હિપ્નોટીઝમ સંમોહન શું ખરેખર હકીકત છે, શું એ સાચે જ બીજી દુનિયાની પ્રતિતિ કરાવે છે અને સંમોહિત થયેલી વ્યક્તિ ખરેખર ભાનભૂલી જાય છે…..? આ દરેક પ્રશ્નનનો જવાબ અહીં રહેલો છે તો ચાલો જાણીએ હિપ્નોટીઝમ વિશે…. કે છે શું….?
તમે હિપ્નોટીઝમ વિશે તો સાંભળ્યુ જ હશે… જેમાં કોઇ એક્સપર્ટ એક વ્યક્તિને સંમોિ!ત કરે છે અને તેને બીજી દુનિયામાં પહોંચાડે છે. ત્યારે વાત કરીએ વીસમી સદીની જેમાં સંમોહન વિદ્યા ખૂબ લોકપ્રિય બની હતી. વર્ષ ૧૯૨૦ના અંતમાં એવા કેટલાય ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં દર્દીઓને બેહોશ કરવાની દવા આપ્યા વગર કરવામાં આવ્યા હતા અને જેનું મુખ્ય કારણ હિપ્નોટીઝમ રહ્યું છે તેવા સમયે એક ફ્રાંસીસી ડોક્ટર એ.એ લીબિઆલ્તએ પોતાનાં દર્દીઓને હીપ્નોટીઝમ કરવાનું શરુ કર્યુ હતુ અને ત્યારેએ પધ્ધતિ પ્રચલીત થઇ હતી.
વીસમી સદી અડધી વીતી ગયા બાદ હિપ્નોટીઝમ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત થયું હતું. સંશોધન માટેનો એક સારો અને પસંદગીનો વિષય બની ચુક્યો હતો અને ત્યાર બાદ તેનાં ઉપર કેટલાંય પુસ્તકો પણ લખાયા અને ટી.વી. શો પણ બનાવાયા હતા. પુસ્તકોમાં ‘મોર લાઇવ્સ ધેન વન’ ‘ઇન્કાર્ટેજ વીથ ધ પાસ્ટ’ પ્રખ્યાત થયા હતા. હિપ્નોટાઇઝ કરવાનાં સૌથી પ્રભાવીત પ્રયોગમાં સ્વર્ગીય બ્લક્સહમનો એક મહિલા પરનો પ્રયોગ જાણીતો છે. જેમાં જેના ઇવ્નાસ નામની કાર્ડીયાક રિબેકા બનાવાઇ હતી. અને સંમોહીત અવસ્થામાં જ તેને તેના જીવનની પૂરી વાર્તા જણાવી હતી. એ જ મહિલાએ ચર્ચા અને યહૂદિઓની નિર્દયી હત્યાન કહાની બતાવી હતી. અને પછી એ સાવ સાચી સાબિત થઇ હતી. પરંતુ આજે પણ એવા કેટલાંક સંશોધકો અને વૈજ્ઞાનિકો છે જે હિપ્નોટીઝમને સાચું નથી માનતા તેઓનું માનવું છે કે આવી કોઇ વસ્તુ જ નથી. પરંતુ એ પણ સાચી વાત છે કે એવા કેટલાંય ઓપરેશન કરવામાં આવ્યા હછે જેમાં દર્દીઓને બેભાન થવાની દવ આપ્યા વગર ઓપરેટ કરવામાં આવ્યા છે. અને તેને કોઇ પણ જાતના દુ:ખાવાનો અહેસાસ નથી થયો અને સાથે જ સંમોહનની મદદથી હત્યાના અને બળાત્કારનાં રહસ્યો પણ ઉકેલાયા છે. છતા કોઇ નથી જાણતું કે આ અદ્ભૂત કામ કેવી રીતે પાર પાડ્યુ છે. આજે પણ હિપ્નોટીઝમનાં પ્રયોગો ઉપર રહસ્યનો પડદો પડેલો છે. એમાં કોઇ શંકા નથી કે આ એક મગજની સ્થિતિ છે અને તેને વિવિધ રીતે કરી શકાય છે.