એનિમલ હોસ્ટેલને અપગ્રેડ કરવા તથા ગાયો માટે સેડ બનાવવા મ્યુનિ.કમિશનરની તાકીદ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને આવશ્યક તમામ સુવિધાઓનો લાભ મળી રહે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે રૈયાધાર વિસ્તારમાં આવેલ એનિમલ હોસ્ટેલ અને શીતલ પાર્ક મેઈન રોડ, ગાર્બેજ ટ્રાન્સપોર્ટેશન પાછળ નવો ફૂડ ઝોન બનાવવા માટેના સ્થળની વિઝિટ કરી હતી.
વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરએ એનિમલ હોસ્ટેલને અપગ્રેડ કરવા અને ગાયો માટે શેડ બનાવવા માટેની સુચના આપી હતી. મવડી વિસ્તારમાં આવેલ વોંકળામાં રીટેઈનીંગ વોલની કામગીરી પણ તેમણે નિહાળી હતી અને ઝડપથી કામ પૂર્ણ કરવા સુચના આપી હતી તેમજ શીતલ પાર્ક મેઈન રોડ ખાતે હાઈજેનીક ફૂડ ઝોન બનાવવા માટેની સાઈટની વિઝિટ કરી હતી.
આજની મુલાકાતમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, સિટી એન્જી. કે.એસ.ગોહેલ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, વેટરનરી ઓફિસર ડો. બી.આર. જાકાસણીયા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, નાયબ ડે. એન્જી. બી.પી.વાઘેલા અને ભરત બોલાણીયા ઉપસ્થિત રહ્યા હતા.