જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા
ગાંધીજી દ્વારા સૂત્ર આપવામાં છે કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ મહાત્મા ગાંધીજી સ્વચ્છતા ના ખૂબ જ આગ્રહી હતા. ૧ ઓકટોબર ૨૦૨૧ના રોજ ભારતના પ્રઘાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ પણ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કર્યુ છે. આ યોજના અંતર્ગત દેશના ૫૦૦થી વઘુ શહેરોમાં કચરાના નિકાલ અને વ્યવસ્થા૫નને સુદ્રઢ બનાવવામાં આવશે. ત્યારે ધાંગધ્રા શહેરના વરીષ્ઠો દ્વારા વર્ષોથી સુંદર કામગીરી કરવામાં આવી છે.
ધાંગધ્રાના ચોપાટી બાગ ઘણા સમયથી સિનિયર સિટીઝનો દ્વારા બાગનું સફાઈ કામ અને દેખરેખ ઘણા વર્ષોથી કરવામાં આવે છે. આ બગીચામાં વડિલો પ્રકૃતિ વચ્ચે આરામથી બેસી શકે અને બાળકો રમી શકે માટે આ સફાઈ કામગીરી કરવામાં આવે છે. આ બગીચામાં હજારો લોકો મુલાકાતે આવે છે. સ્વચ્છતા મિશન ગ્રૂપના યુવાનો ઘણા સમયથી અહી સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે.
આ૫ણે ગંદકી કરશુ નહી અને બીજા ૫ણ ગંદકી કરવા દેશુ નહીની ભાવના કેળવવી ૫ડશે, તો સ્વચ્છ ભારત અભિયાન ને સફળ બનાવવા માટે આ૫ણે સાચુ યોગદાન આપ્યુ ગણાશે. સિનિયર સિટીઝન અને સ્વચ્છતા મિશન ગ્રૂપના યુવાનો કહે છે ચોપાટી પર કચરો ફેકશું નહીં, પાનમસાલા ખાઈને જાહેર ચોપાટીને ગંદી કરવી નહીં. પ્રભુનો વાસ જ્યાં સ્વચ્છતા છે ત્યાં આમ, ધાંગધ્રાના વરીષ્ઠો દ્વારા સ્વચ્છતાની ઝુંબેશ ચલાવવામાં આવે છે.