મોરબીમાં સિમ્પોલો ગ્રુપનું સફાઈ અભિયાન
૧૦૦ કર્મચારીઓ ત્રાજપર ચોકડી થી હાઉસિંગ સર્કલ સુધીના રોડની બન્ને બાજુએ સફાઈ કરી
મોરબીમાં સિમ્પોલો સિરામિક્સ દ્વારા આજે ત્રાજપુર ચોકડીથી હાઉસિંગ સર્કલ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ રસ્તાઓની સફાઈ હાથ ધરી હતી.
સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન આપવાના ભાગ રૂપે મોરબીના સીરામીક ક્ષેત્રના જાણીતા ગ્રૂપ સિમ્પોલો સિરામિક્સ દ્વારા ત્રાજપર ચોકડીએથી હાઉસિંગ સર્કલ સુધી સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને રોડની બન્ને બાજુ સાફ સફાઈ કરી હતી.3
સિમ્પોલો સીરામિક્સના ડાયરેક્ટર ભરતભાઈ અઘારાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે સિમ્પોલો ગ્રૂપના ચેરમેન જીતુભાઇ અઘારાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સફાઈ અભિયાનમાં જિલ્લા કલેક્ટર અને એસ.પી.નો સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં મોરબી શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહિનામાં એક વાર આવું સફાઈ અભિયાન કરવામાં આવશે. ભરતભાઈએ મોરબીના અન્ય સીરામીક એકમોને પણ આ રીતે સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી..
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com