Abtak Media Google News
  • બીએમડબ્લ્યુ ટોયોટા મોટર કોર્પ સાથે મળી ફ્યુઅલ સેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર નિર્માણ માટે કરી રહી છે પરીક્ષણ

હાલ પેટ્રોલ-ડીઝલ બાદ ઇલેક્ટ્રીક વ્હીકલનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પણ ઇલેક્ટ્રીક વ્હીકલ પણ વીજળીનો ઉપયોગ કરતું હોય પર્યાવરણ માટે તેને સલામત ગણી શકાય તેમ નથી. તેથી જ હાઇડ્રોજન વ્હીકલ લઈ આવવા માટે અનેક કંપનીઓ મથામણ કરી રહી છે. તેવામાં હવે 2028 સુધીમાં હાઇડ્રોજન વ્હીકલ દોડતા થઈ જવાની આશા સેવાઈ રહી છે. બીએમડબ્લ્યુએ ટોયોટા મોટર કોર્પ સાથે મળી ફ્યુઅલ સેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 2028 માં તેનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત વાહન બજારમાં લાવવાનું લક્ષ્ય રાખ્યું છે.  કંપનીએ જણાવ્યું હતું કે આ વાહન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ડ્રાઇવ વિકલ્પ સાથેનું મોડલ હશે.

બીએમડબ્લ્યુના સીઈઓ  ઓલિવર ઝિપ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટોયોટા સાથેની તેની ભાગીદારી જૂથોને ખર્ચમાં ઘટાડો કરવા અને પેસેન્જર કાર ડ્રાઇવ યુનિટ વિકસાવવામાં મદદ કરશે, જેની ટેક્નોલોજીનો ઉપયોગ કોમર્શિયલ વાહનો માટે પણ કરવામાં આવશે.  જર્મન કાર નિર્માતાઓમાં બીએમડબલ્યુ અત્યાર સુધી હાઇડ્રોજન ટેક્નોલોજીની સૌથી મજબૂત સમર્થક છે, અને આઈએક્સ 5 હાઇડ્રોજનનું પરીક્ષણ કરી રહ્યું છે, જે 500 કિમી (310 માઇલ)ની રેન્જ સાથેનું હાઇડ્રોજન પેસેન્જર વાહન છે અને ત્રણથી ચાર મિનિટમાં રિફ્યુઅલ કરવાની ક્ષમતા ધરાવે છે.

ઇંધણ સેલ વાહન ઇવી જેવી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરે છે, પરંતુ ઇંધણના સ્ટેકમાંથી પાવર ખેંચે છે, જ્યાં વીજળી ઉત્પન્ન કરવા માટે હાઇડ્રોજનને ઉત્પ્રેરક દ્વારા અલગ કરવામાં આવે છે. હાઇડ્રોજન-સંચાલિત વાહનો ઝડપથી રિફ્યુઅલ કરી શકે છે અને લાંબી રેન્જ ધરાવે છે, પરંતુ તેની ઊંચી કિંમત અને રિફ્યુઅલિંગ સ્ટેશનના મર્યાદિત નેટવર્કને કારણે બહુ ઓછા કાર નિર્માતાઓએ આ ટેક્નોલોજીમાં રોકાણ કર્યું છે.

બીએમડબ્લ્યુ એ જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે તેની યોજનાઓને પૂર્ણ કરવા માટે 2028 સુધીમાં હાઇડ્રોજન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું વિકસિત થઈ જશે.

લકઝરી કાર ખરીદનારા ઇવી કાર તરફ વળ્યા

ભારતમાં લક્ઝરી કારના ખરીદદારો સામાન્ય ગ્રાહકો કરતાં વધુ ઝડપી દરે સંપૂર્ણ ઈલેક્ટ્રિક મોડલ અપનાવી રહ્યાં છે. શરૂઆતમાં મજબૂત વેચાણ નોંધાવ્યા પછી, સામાન્ય બજારમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ ધીમુ પડી ગયું છે. ઓગસ્ટમાં વેચાણ એક વર્ષ અગાઉની સરખામણીએ 10% ઘટીને 6,335 યુનિટ થયું હતું.

  મર્સિડીઝ-બેન્ઝે તાજેતરમાં જ જી વેગનનું ઇલેક્ટ્રિફાઇડ

વર્ઝન ઇકયુંજી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.  ભારતમાં આ મોડલનું વેચાણ વર્ષના અંત સુધીમાં અથવા 2025ની શરૂઆતમાં થાય તેવી શક્યતા છે, પરંતુ ખરીદદારોએ પહેલેથી જ લાઇન લગાવવાનું શરૂ કરી દીધું છે અને મર્સિડીઝને મોડલ માટે 80 ગ્રાહકો પાસેથી ઓર્ડર મળી ચૂક્યા છે, જેની કિંમત રૂ 3.5  કરોડની આસપાસ હશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.