પ્લે ઓફ મા પહોંચવાની હૈદરાબાદની આશા હજુ પણ જીવંત
ઇન્ડિયન પ્રીમિયર લીગની 16 મી સીઝનમાં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાયો હતો જેમાં રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 20 સવારના અંતે માત્ર રાજસ્થાની બે વિકેટ ગુમાવી 200 પ્લસનો જુમલો ખડકી દીધો હતો. તો 15 રન ના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ એક સમયે મેચ હારી જાય તેવી સ્થિતિમાં જોવા મળી હતી પરંતુ રાજસ્થાન રોયલ્સની બે મોટી ભૂલ તેમના મોંમાં આવેલો જીતનો કોળિયો પાડી દીધો.
જો રૂટ દ્વારા બાઉન્ડ્રી ઉપર છોડવામાં આવેલો કેચ તે રાજસ્થાનને ભારે પડ્યો હતો એટલું જ નહીં છેલ્લી ઓવરના છેલ્લા બોલમાં સંદીપ શર્માનોનો બોલ પણ તેમને ભારે પડ્યો હતો અને અબ્દુલ સમદે મેચ હૈદરાબાદ તરફેણમાં લાવી દીધો હતો. રાજસ્થાન સામેની આ જીત સાથે હૈદરાબાદ માટે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત બની છે. હૈદરાબાદે અત્યારે કુલ 10 મેચ રમ્યા છે હજુ પણ ચાર મેચ રમવાના બાકી છે અને જો આ ચાર મેચ તે જીતે તો તેને ૧૬ પોઇન્ટ મળે ત્યારે હજુ પણ તેમની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત બની છે.
રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલરે આક્રમક ઇનિંગ રમી હતી. તેણે 59 બોલમાં 95 રન બનાવ્યા હતા. બટલરે તેની ઈનિંગમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા, જેમાં પ્રથમ વિકેટ માટે યશસ્વી જયસ્વાલ 35 રન અને ત્યારબાદ કેપ્ટન સંજુ સેમસન અણનમ 66રન સાથે બીજી વિકેટ માટે 30 બોલમાં 54 રન ઉમેર્યા હતા. હૈદરાબાદ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી અને પાવર પ્લેમાં સારી બેટિંગ કરી હતી.
ખાસ કરીને ટીમના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ટીમ માટે રન બનાવ્યા હતા. જેમાં ઓપનર અભિષેક શર્માએ 55 રનની ઇનિંગ રમી હતી. જે બાદ રાહુલ ત્રિપાઠીએ 47 રન બનાવ્યા હતા. જ્યારે ઓપનર અનમોલપ્રીત સિંહે 33 રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાની 4 ઓવરમાં 44 રન આપ્યા અને એક વિકેટ લીધી. એ જ રીતે માર્કો જેન્સને 4 ઓવરમાં 44 રન આપીને એક વિકેટ લીધી હતી. બાકીના બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.