ભારત-પાક.નાં ભાગલા વખતે હૈદરાબાદનાં નિઝામની ૩૫ મિલીયન ડોલરની સંપત્તિ ઈંગ્લેન્ડની બેંકમાં
શાળામાં ઘણી વખત વાર્તા સંભળાવવામાં આવતી હોય છે કે, બે બિલાડીની લડાઈ વચ્ચે વાંદરો ફાવી જાય ત્યારે આવી જ ઘટના ફરી ઘટીત થાય છે. હૈદરાબાદનાં નિઝામની કરોડો રૂપિયાની સંપતિ ઈંગ્લેન્ડની બેંકમાં પડેલી છે જેને લઈ ભારત-પાક. વચ્ચે ચાલી રહેલા વિવાદ ઈંગ્લેન્ડની હાઈકોર્ટમાં ચુકાદો અંતિમ ચરણમાં પહોંચી ચુકયો છે. ભારત-પાકિસ્તાનનાં ભાગલા વખતે હૈદરાબાદનાં નિઝામની ૩૫ મિલીયન ડોલરની સંપતિ લંડનની બેંકનાં એકાઉન્ટમાં જમા પડી છે. ઈંગ્લેન્ડની બેંકમાં પડેલા નાણા માટે નિઝામનાં વારસદાર પ્રિન્સ હૈદરાબાદનાં આઠમાં નિઝામ અને તેમનાં નાના ભાઈએ ભારત સરકારની સાથે મળી પાકિસ્તાન સામે નેટવેસ્ટ બેંક લંડનમાં પડેલી આ સંપતિ પાછી મેળવવા કાનુની જંગ લડયા હતા.
૧૯૪૮માં હૈદરાબાદનાં નિઝામ ઉસ્માન અલી ખાને બ્રિટનનાં હાઈકમિશનરનાં વખતે ૧૦ લાખ પાઉન્ડ અને ૯ સિલીંગની સંપતિ કે જે અત્યારે અબજો રૂપિયાની સંપતિમાં રૂપાંતરિત થઈ ચુકી છે તે માટે ઈંગ્લેન્ડની અદાલતમાં આ અંગેનો કેસ પણ ચાલી રહ્યો છે. આઠમાં નિઝામ અને તેમનાં ભાઈ દાયકાઓથી આ સંપતિની પ્રતિક્ષા કરી રહ્યા છે. પાકિસ્તાને આ સંપતિ સીઝ કરી દીધી હતી ત્યારે નિઝામ વતી કેસ લડી રહેલા વકિલે આશા વ્યકત કરી છે કે, આ કેસનો ચુકાદો નિઝામની તરફેણમાં આવશે અને આગામી ૬ સપ્તાહ સુધીમાં આ કેસનો ચુકાદો પણ આવી જશે. હૈદરાબાદ નિઝામ ઉસ્માન અલી ખાન પાકિસ્તાનનાં જોડાણનાં મુદ્દે વિવાદ અને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ત્યારે ૧૯૪૮માં ઈંગ્લેન્ડની બેંકમાં ભંડોળ પરત મેળવવામાં વિલંબ થયો હતો અને ત્યારપછી આ ફંડ પાકિસ્તાન હાઈકમિશન હબીબ ઈબ્રાહીમ રહેમતુલ્લાનાં ખાતામાં સુરક્ષિત રીતે અનામત ધોરણે રાખી દેવામાં આવ્યું હતું.
નિઝામની સંપતિનો મુદ્દા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાનુની જંગ ખેલાઈ રહ્યો છે અને દાયકાઓથી આ કેસ ઈંગ્લેન્ડની કોર્ટમાં પણ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાને આ સંપતિ પર પોતાનો દાવો કર્યો છે તો બીજી તરફ નિઝામનાં વારસદારો ભારતમાં સ્થાયી થયા હોવાથી આ સંપતિ ભારતમાં લાવવા માટે અદાલતની શરણે પણ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, લંડનની કોર્ટમાં ચાલી રહેલા આ કેસનો ચુકાદો ટુંક જ સમયમાં જાહેર થશે જેથી નિઝામનાં વારસદારો કે જે ભારતમાં વસી રહ્યા છે તેમનાં માટે સંપતિ મળવાનાં સંજોગો ખુબ જ ઉજળા બન્યા છે.