વધુ એક લો સ્કોરિંગ મેચમાં હૈદરાબાદના બોલરોએ ઘાતક બોલિંગ કરીને રાજસ્થાન રોયલ્સને હરાવીને ટોચ પર પહોંચ્યું
IPL-૧૧ની ૨૮મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ૧૧ રનોથી હરાવી દીધું છે. હૈદરાબાદે આપેલા ૧૫૨ રનના ટાર્ગેટને પૂરો કરવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૪૦ રન કર્યા. રાજસ્થાનના કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ ૬૪ રન કર્યા. આ પહેલા ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૫૧ રન બનાવ્યા. કેપ્ટન કેન વિલિયમ્સને સૌથી વધુ ૬૩ રન બનાવ્યા. રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ૪ ઓવરમાં ૨૬ રન આપીને ૩ વિકેટ ઝડપી.
રાજસ્થાનની શરૂઆત સારી ન રહી. ૧૩ના સ્કોર પર રાહુલ ત્રિપાઠી ૪ રન બનાવીને આઉટ થઇ ગયો. ત્યારબાદ રહાણે અને સેમસને બીજી વિકેટ માટે ૫૯ રનોની ભાગીદારી કરી. સેમસન ૪૦ રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ બેન સ્ટોક્સ ૦ અને જોસ બટલર ૧૦ રને આઉટ થયો.
શિખર ધવન આજે ઓપનિંગ બેટ્સમેન તરીકે એલેક્સ હેલ્સ સાથે મેદાનમાં ઉતર્યો. બંને વચ્ચે ફક્ત ૧૭ રનોની ભાગીદારી થઇ.
ધવન ૬ રન બનાવીને કૃષ્ણપ્પા ગૌતમના બોલ પર બોલ્ડ આઉટ થઇ ગયો. ત્યારબાદ એલેક્સ હેલ્સ ૪૪ રન બનાવીને આઉટ થયો.હૈદરાબાદના મિડલ ઓર્ડના બેટ્સમેન બહુ ચાલ્યા નહીં. મનીષ પાંડે ૧૬, શાકિબ અલ હસન ૬ અને યુસુફ પઠાણ ફક્ત ૨ રન બનાવીને આઉટ થઇ ગયો.જોકે આ જીત સાથે હૈદરાબાદની ટીમે સૌથી વધુ જીત હાંસલ કરીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com