છુટાછેડા અને ભરણ પોષણ માટે કેસ કર્યા બાદ અંતે પોલીસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
હાલ સાધુવાસવાણી રોડ પર વર્ધમાન હાઈટ્સમાં માવતરને ત્યાં રહેતી પરણિતાએ તેના પતિ વિરુદ્ધ નાની નાની વાતમાં ઝગડો કરી મારકૂટ કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.
સાધુવાસવાણી રોડ પર વર્ધમાન હાઈટ્સમાં માવતરને ત્યાં છેલ્લા ચાર વર્ષથી રહેતા કોમલબેન પટેલ નામના 35 વર્ષીય મહિલાએ તેના પતિ હેમાંશું પ્રવીણભાઈ પટેલ(રહે.રામમોહન રેસીડેન્સી,રોયલ પાર્ક-10)વિરિદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું હતું કે,2004માં તેમને લવ મેરેજ બાદ કોર્ટ મેરેજ કર્યા હતા.અને તેમને સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થઇ હતી.જે હાલ 14 વર્ષીય છે.ત્રણ વર્ષ ઘર સંસાર ઠીક ચાલ્યો બાદ તેનો પતિ નાની નાની વાત પર ઝગડો કરી મારકૂટ કરતો હતો.
તેની પ્રેગ્નેન્સી દરમિયાન પણ પતિ તેને હેરાન કરતો હતી.અને પુત્ર જન્મતા તેને તે ગમ્યું ના હતું.પુત્ર રાતે રડતો તો તેના રડવાથી ઊંઘ બગડે છે તેવું કહી પતિ ઝગડો કરતો હતો.બાદ પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે સબંધ છે તેવી જાણ પત્નીને થઇ જતા પતિ વધુ હેરાન કરતો હતો અને અપશબ્દો બોલી ગાળો ફાડતો હતો.ઘરસંસાર બગડે નહીં તે વાત નું ધ્યાનમાં રાખી પત્ની કઈ પણ બોલતી ના હતી.અને ત્રાસ સહન કરતી હતી.જેથી છુટાછેડા માટે અને ભારણ પોસણ માટે પત્નીએ કોર્ટના કેસ કર્યો હતો પરંતુ પતિના ત્રાસનો અંત ના આવતા તેને અંતે કંટાળી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.