મિલ્કતના પ્રશ્ને ચાલતી માથાકુટમાં કોસનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

ઘર કંકાસથી પ્રથમ પતિ સાથે છુટાછેડા બાદ પરિણીતાએ પુન:લગ્ન કર્યા’તા

ઝાલાવડ પંથકમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા હત્યા, મારામારી, દારૂ અને ચોરી જેવા ગુનાઓનો ગ્રાફ શેરબજારના સેન્સેકસના ગ્રાફની જેમ સડસડાટ ઉંચો જઇ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગર પંથકમાં હત્યાના બે બનાવથી બુઘ્ધીજીવી ઓમાં  ફફડાટ મચી જવા પામ્યો છે.

ચોટીલાના કાળાસર ગામે દંપતિ વચ્ચે મિલ્કત અને ઘર કંકાસ મુદ્દે ચાલતી તકરારમાં પરિણીતાને કોષને ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના બનાવમાં પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાના બનાવ અંગે વાંકાનેર સત્તાપર ગામે રહેતા રમેશ રાણાભાઇ સારેસા (ઉ.વ.૪૦) એ ચોટીલા પોલીસ મથકમાં પોતાની બહેન રેખા બથવારની હત્યા નિપજાવનાર તેના પતિ નાજા ભલાભાઇ બથવાર તેના સસરા ભલા જીવાભાઇ બથવાર તેના સાસુ દેવુબેન ભાલાભાઇ બથવાર સામે શારીરિક માનસિક ત્રાસ આપી હત્યા નિપજાવ્યા અંગે ગુનો નોંધાવ્યો છે.

ચોટીલાના કાળાસર ગામે રહી અને ખેતીકામ કરતી રેખાબેન નાજાભાઇ બથવાર (ઉ.વ.૩૭) નું તેના પતિ, સાસુ અને સસરાએ હત્યા નિપજાવી ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઇ. બી.કે. પટેલની ટીમે ઘટના સ્થળે દોડી જઇ મહિલાના મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. હત્યામાં આરોપી નાજા ભલા બથવાર, તેના પિતા ભલા જીવા બથવાર, તેના માતા દેવુબેન ભલાભાઇ બથવારની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક રેખાબેન બથવારના પ્રથમ લગ્ન હરણીયા ગામે રહેતા જયંતિ આલા ચાવડા સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન રેખાને એક પુત્રી અને એક પુત્રનો જન્મ થયો હતો. ઘરકંકાસને લઇને હરિયાણી ગામે પતિ સાથે છુટાછેડા થયા હતા બાદમાં કાળાસર ગામે રહેતા નાજા બથવાર સાથે સાત વર્ષ પૂર્વે બીજા લગ્ન કર્યા હતા. જે લગ્નજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. લગ્નજીવનના શરુઆતથી જ તેનો પતિ અને સાસુ-સસરા, નાની-નાની  બાબતોમાં શારીરિક માનસિક દુ:ખ અને ત્રાસ આપતા હોય જેથી પોતાના સંતાનોને પતિ પાસે મુકી માવતરે ચાલી ગઇ હતી. પોતાના પુત્ર અને પુત્રીને તેના પિતા હત્યા કરી નાખશે તેવા ભયથી રેખા બથવાર સાત દિવસ પૂર્વે કાળાસર ગામે માવતરે પરત ફરી ગઇ હતી. સાત દિવસ સુધી પતિ, સાસુ, અને સસરા સાથે મિલ્કતમાં ભાગ આપવો પડે અને ઘરકંકાસ બાબતે માથાકુટ ચાલતી હતી જે બાબતનો ખાર રાખી પતિ, સાસુ, સસરાએ કાવતરુ રચી તેની વહુની હત્યા નિપજાવ્યાની કબુલાત આપી હતી. હાલ પોલીસે ત્રણેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.