રામપર ગામે પત્નીની હ*ત્યા કેસમાં પતિનો નિર્દોષ છૂટકારો
એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજે આરોપીને છોડી મુકવા કર્યો આદેશ
મૃ*તકના ભાઈએ બનેવી વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ
ધોરાજી: જામકંડોરણા તાલુકાનાં ગામ રામપર મુકામે 2022 માં દિનેશ બીલવાલે તેની પત્ની રમીલાબેનનું કુહાડા મારી હત્યા નીપજાવી હોવાની મૃતકના પરિજનોએ ફરિયાદ નોંધાવી હતી. મરણ જનારનાં કૌટુંબીક ભાઈ માંજુ ડામોરએ તેનાં બનેવી દિનેશભાઈ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે મુજબ પોલીસે આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરી હતી. જે કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કર્યો હતો.
જામકંડોરણા તાલુકાનાં ગામ રામપર મુકામે વર્ષ-૨૦૨૨ માં આરોપી દિનેશભાઈ વાલીયાભાઈ બીલવાલે તેની પત્નિ રમીલાબેનનું કુહાડા મારી ખૂનની કરી નાંખેલ હોય તેવી ફરીયાદ મરણ જનારનાં કૌટુંબીક ભાઈ માંજુભાઈ બાલુભાઈ ડામોરએ તેનાં બનેવી દિનેશભાઈ વિરૂધ્ધ આપતા, જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ અને પોલીસે આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ ત્યારબાદ કેસ કમીટ થઈ ધોરાજી સેશન્સ કોર્ટમાં આવેલ અને ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં ધોરાજીનાં મહેરબાન એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.
કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી દિનેશભાઈ વાલીયાભાઈ બીલવાલ અને તેની પત્નિ રમીલાબેન અને બે બાળકો મધ્ય પ્રદેશથી તેનાં કૌટુંબીક સાળા માંજુભાઈ બાલુભાઈ ડામોરે જામકંડોરણા તાલુકાનાં રામપર ગામનાં રહીશ વિપુલભાઈ ચોવટીયાનું ખેતર ભાગ્યુ વાવવા રાખેલ ત્યાં મજુરી કામ માટે આવેલા અને રાત્રીનાં બધા વાડીએ સુતા હતા ત્યારે આરોપી દિનેશભાઈ, તેની પત્નિ રમીલાબેન અને બાળકો વાડીએ ઓરડીની બહાર સુતા હતા તે દરમીયાન રાત્રીનાં દોઢેક વાગ્યા આસપાસ આરોપી દિનેશભાઈએ તેની પત્નિ રમીલાબેનને ગળાનાં ભાગે કુહાડાનાં ઘા મારી સીમ વિસ્તારમાં ભાગી ગયેલ અને રમીલાબેનનું મરણ થઈ ગયેલ તેવી ફરીયાદ માંજુભાઈ બાલુભાઈ ડામોરએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આપેલી હતી.
ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ કમીટ થઈને આવ્યા બાદ કેસ ચાલી જતાં ફરીયાદ મુજબની કોઈ હકીકત રેકર્ડ ઉપર આવેલ નહી અને આરોપી દિનેશભાઈ તેની પત્નિ રમીલાબેનને ઈજા થયા બાદ ફરીયાદી તથા તેનાં બીજા સગા ધનાભાઈ, કિર્તનભાઈ, મિથુનભાઈ તથા આરોપી દિનેશભાઈ બધા મળીને રમીલાબેન જીવતા હોવાથી તેને ટ્રકટરમાં દવાખાને લઈ ગયેલ અને રસ્તામાં રમીલાબેન મરણ ગયેલ અને આ વાતને તેનાં વાડી માલીક વિપુલભાઈ ચોવટીયાએ પણ સમર્થન આપેલ અને બનાવને નજરે જોનાર કોઈ સાહેદ રેકર્ડ ઉપર આવેલ નહી. આમ આરોપી દિનેશભાઈ વાલીયાભાઈ બીલવાલ વિરૂધ્ધ કોઈ રેકર્ડ ઉપર કોઈ પુરાવો આવેલ નહી. જે અંગેની તમામ દલીલો તેમજ ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ આરોપીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર તરફથી રજુ કરાયેલ અને દલીલોનાં અંતે ધોરાજીનાં મહેરબાન એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ. એમ. શેખ આરોપી દિનેશ બીલવાલને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવૅલ છે. આ કામમાં આરોપી તરફે તાલુકા કાનુની સેવા સમિતિ-ધોરાજીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.
અહેવાલ: કૌશલ સોલંકી