Abtak Media Google News
  • ભીચરી ગામે પ્રૌઢે ઝેર પી જીવન ટુંકાવ્યું

રાજકોટ શહેરમાં દૂધસાગર રોડ ઉપર  ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પતિ લાપતા થતા પત્નીએ માતા સહિતની મહિલાઓ સાથે મળી સાસુને માર મારી ગળેફાંસો ખાધો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા સાસુ અને ગળેફાંસો   ખાઈ લેનાર પુત્રવધુને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે શહેરના ભીચરી મંદિર પાસે ઝૂંપડે રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દૂધસાગર રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા દુરબાઈબેન કાળુભાઈ કાટેલીયા નામના 55 વર્ષના પ્રોઢા  સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે પુત્રવધુ રૂકશાનાબેન મિરાજભાઈ કાટલીયા તેની બેન જરૂબેન ભાભી મુસ્કાન અને માતા સહિતની મહિલાઓએ દુરબાઈબેન કાટેલિયા ઉપર હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં રાત્રીના દસેક વાગ્યાના અરસામાં રુકશાનાબેન મિરાજભાઈ કાટેલીયાએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

હુમલામાં ઘવાયેલા સાસુ અને આપઘાતનો પ્રયાસ કરનાર પુત્રવધૂને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે પ્રાથમિક પૂછપરછમાં રૂકશાનાબેન અને મિરાજ કાટેલીયાએ ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે પતિ મિરાજ કાટેલીયા રુકશાના ઉપર શંકા કુશંકા કરી છેલ્લા ચાર દિવસથી ઘરેથી લાપતા થયો છે રુકશાનાબેન સહિતના મહિલાઓએ દુરબાઈબેન માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે રુકશાનાબેને પતિ સહિતના સાસરીયા વિરુદ્ધ કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.જ્યારે

ભીચરી મંદિર પાસે ઝૂંપડું બાંધી રહેતા બાબુભાઇ ડામરભાઈ ઘુમલા (ઉ.વ.50) નામના આધેડએ રાત્રીના ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોતની પછી હતું.પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.