પરિણીતાએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલે લઇ જવાને બદલે ભુવા પાસે લઇ ગયો
મોરબી તાલુકામાં પત્નીએ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં લઇ જવાને બદલે પતિ ભુવા પાસે લઇ જતા તેનું મોત નિપજયું હતું. આ કેસનો કોર્ટે ચુકાદો આપીને પતિને કસુરવાર ઠેરવીને બે વર્ષની કેદ તથા રૂા પ હજારો દંડ ફટકાર્યો છે.
મોરબી તાલુકાના મીનાબેન ભગવાનજીભાઇ ચાવડાએ ઝેરી જંતુનાશક દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ મૃતક મીનાબેનના બહેનના પતિ ગોરધનભાઇ ભગવાનજીભાઇ ચાવડા અને સાસુ પુરીબેન ભગવાનજીભાઇ ચાવડા વિરુઘ્ધ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે તેમના બહેન મીબનાબેનને તેમના પતિ અને સાસુએ ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી જઇને મીનાબેને જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.
ઉપરાંત મીનાબેને ઝેરી દવા પી લીધા બાદ તેમના પતિ તેમને દવાખાનામાં લઇ જવાને બદલે ભુવા પાસે લઇ ગયા હતા. આ દરમિયાન ઝેર તેમના શરીરમાં ફેલાઇ ગયું હતું. જેથી તેમનું મોત નિપજયું હતું.
આ કેસ ડીસ્ટીક કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિવિધ આધાર પુરાવાઓને આધારે સાસુને નિર્દોષ છોડી મુકયા હતા. જયારે ભૂવા પાસે પત્નીને લઇ જનાર પતિને કસુરવાર ઠેરવીને તેને બે વર્ષની સખ્ત કેદ અને રૂા પ હજારનો દંડ ફટકાયો હતો.