દારૂ ઢીંચીને અલગ રહેતી પત્નીના ઘરે જઈને હુમલો કરી પતિ નાસી છુટયો
ધ્રાંગધ્રા શહેરમાં પણ વધતા જતા મહિલા સંબંધિત ગુન્હાને લઈને હવે મહિલા અધિકારીની તાતી જરૂરીયાત ઉભી થવા પામી છે. તેવામાં ગઈ મોડી સાંજે ધ્રાંગધ્રા શહેરના જોગાસર ફાટક પાસે રહેતા નિલમબેન સમીરભાઈ પઢીયાર પોતાના પતિ સાથે મનદુ:ખ હોવાના લીધે છેલ્લા કેટલાક દિવસોથી અલગ રહેતા હોય જેથી પોતાના પતિ તેઓને વારંવાર પજવણી કરી માનસિક ત્રાસ આપતા હતા ત્યારે ગઈકાલે મોડી સાંજે નિલમબેનના પતિ સમીર હારૂનભાઈ પઢીયાર દારૂ પીધેલી હાલતમાં તેઓના ઘેર જઈ નીલમબેનને જેમ-તેમ ગાળો આપી પોતાના પડખામાં રહેલી છરી જેવા હથિયારથી નિલમબેન પર હુમલો કરેલ હતો જે હુમલામાં નિલમબેનના માથાના ભાગે છરીનો ઘા વાગી જતા તેઓનો પતિ હુમલો કરી ભાગી છુટયો હતો. જયારે મહિલા દ્વારા તુરંત સરકારી હોસ્પિટલે સારવાર લઈ તેઓના પતિ સમીર હારૂનભાઈ પઢીયાર પર હુમલો થતા જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધી હતી.