ત્રાંબડિયા ચોક આસપાસના ૨૩ ઘરોને બફર ઝોન જાહેર કરાયા
કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા અનેક ધમપછાડા છતાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા લોકોને કારણે શનિવારે પતિ-પત્નિ સહિત બે અને અગાઉ એક યુવકનો કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હતો.
ગત શનિવાર સાંજે ઉપલેટા શહેરનાં ત્રાંબડીયા ચોકમાં આવેલ ડાયાભાઈ વાઢેરના પુત્ર દિનેશભાઈ વાઢેર અને તેમના પુત્રવધુ રીટાબેન વાઢેરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જ મામલતદાર જી.એમ.મહાવદીયા, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.હેપી પટેલ, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા સહિત તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી સૌપ્રથમ કોરોના પોઝીટીવ પતિ-પત્નિને બસ મારફત રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે દિનેશભાઈના પુત્રનો રીપોર્ટ નેગેટિવ આવતા તથા દિનેશભાઈનાં પિતા ડાયાભાઈના, નાના ધનકુંવરબેન, બહેન હિરાબેન ડાયાભાઈને ગોંડલ પાસે આવેલ સુરજ મુછાળા, ટેકનિકલ ધનકુંવરબેન સ્કુલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે ઘરમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે તે આસપાસના ઘરને ક્ધટેન્મેન્ટ કરી પતરાની આડસ લગાવી સીસીટીવી કેમેરાથી કેદ કરી દેવામાં આવ્યા છે.
જયારે ઘરની આસપાસના ૨૩ ઘરોને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે બ્લોક હેલ્થ ઓફિસર ડો.હેપી પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે દિનેશભાઈ તેમના પત્ની રીટાબેન તથા પુત્ર તા.૨૭મીએ અમદાવાદથી તેમના માતા-પિતાની ઘરે ઉપલેટા આવ્યા હતા. તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખી તેઓ ત્રણેયના કોરોના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા ત્યાં પતિ-પત્નિ બંનેનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જયારે તેના પુત્ર યમનનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આજ સવાર સુધીનાં તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં બોમ્બેથી આવેલા એક યુવક અને અમદાવાદથી આવેલ પતિ-પત્નિ મળી કુલ ૩ કેસ નોંધાયા છે. જયારે તાલુકાના પાનેલી ગામે અમદાવાદમાં સારવાર લઈ આવેલી મહિલાને કોરોના પોઝીટીવ આવેલો હોવાથી શહેર-તાલુકા મળી કુલ ૪ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે. બનાવ સ્થળે પી.આઈ વી. એમ. લગારીયાએ સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી છાવણી નાખેલ છે.