યુનિવર્સિટી રોડ પર શિલ્પન બિલ્ડીંગમાં રહેતી એકતાબેન ધકાણ નામની મહિલાએે તેના પતિ જયેશ અને તેના ભાગીદાર હિતેશ સાગરે ઘર ખર્ચના પૈસા પ્રશ્ર્ને મારકૂટ કર્યાની યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ એકતાબેન ગઇકાલે રાત્રે પરિવારના સભ્યો ઘરે હતા. તે વખતે પતિ પાસે તેણે ઘર ખર્ચના પૈસા માગતા તેને પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી તેણે પતિને પૂછ્યું કે તમે હિતેશના ધંધામાં રોકાણ કર્યું છે તો તે તમને પૈસા આપતો નથી. આ વાત સાંભળી પતિએ ઉશ્કેરાઇ જઇ બેફામ ગાળો ભાંડી હિતેશને પૂછી લેવાનું કહ્યું હતું.
પત્ની અને પુત્રવધુને ખુનની ધમકી દીધાનો નોંધાતો ગુનો
જેથી તે પુત્રવધુ રાધિકા સાથે કાર લઇ હિતેશના કર્મચારી સોસાયટી શેરી નં. 3માં આવેલા બંગલે ગઇ હતી. જ્યાં બનાવેલી ઓફિસમાં જોતા તેનો પતિ અને હિતેશ બેઠા હતા.
જેથી તેણે હિતેશને પૂછયું કે તમારા ધંધામાં મારા પતિએ પૈસાનું રોકાણ કર્યું છે તો તમે મારા પતિને પૈસા કેમ આપતા નથી.
આ વાત સાંભળી હિતેશે કહ્યું કે ‘તારી શું ઓકાત છે કે તું મારી પાસે પૈસા બાબતે પૂછે છે, મારી ઓફિસમાંથી નીકળી જા’ તેમ કહી તેને અને તેની પુત્રવધૂને ગાળો ભાંડયા બાદ તેની સાથે ઝપાઝપી કરી તમાચો ઝીંકી દીધો હતો. એટલું જ નહીં સ્ટીલના પોલા પાઇપ વડે હુમલો કરતાં તે દોડીને ઓફિસમાંથી બહાર નીકળવા જતાં નીચે પડી જતાં માથાના ભાગે ઇજા થઈ હતી.
આ વખતે હિતેશે હવે ફરીથી પૈસા બાબતે મને પૂછવા કે લેવા મારા ઘરે કે ઓફિસે આવી તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે.