મોટાબાપુ અને પિતરાઇ ભાઇઓ સહિત ચાર શખ્સોએ પથ્થર વડે માર માર્યો
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે પુત્રવધુએ પીછો કરવાની ના પાડતા મોટાબાપુ અને પિતરાઇ ભાઇઓએ પુત્રવધુના પતિ અને તેના મોટાભાઇ પર પથ્થર વડે હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હળવદના જુના દેવળીયા ગામે રહેતા રવિ પ્રવિણભાઇ ભીમાણી (ઉ.વ.ર3) અને પિન્ટુ પ્રવિણભાઇ ભીમાણી (ઉ.વર4) પર તેના મોટાબાપુ રમેશ અને વિક્રમ, મહેશ, જીવરાજ નામના પિતરાઇ ભાઇઓએ પથ્થર વડે હુમલો કરતા બન્ને ભાઇઓને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવીલ હોસ્પિટલ દોડી ગયો હતો. જયાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ હુમલાખોર રમેશ ગામમાં આંટાફેરા કરતો હોય અને રવિ અને પિન્ટુની પત્ની પસાર થાય ત્યારે તેનો પીછો કરતો હોવાથી રવિની પત્નીએ પીછો કરવા બાબતે ટપારતા માથાકુટ થઇ હતી.
જેના કારણે રવિ અને પિન્ટુ ટપારતા જતા મોટાબાપુ રમેશ તથા તેમના પિતરાઇ ભાઇઓએ પથ્થર વડે હુમલો કરતા બન્ને ભાઇઓ ઘવાયા હતા.
ઘવાયેલા બન્ને ભાઇઓને પ્રથમ હળવદ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.