મોટામવામાં રહેતી પત્નીને તેના પતિ અને પ્રેમિકાએ મારકુટ કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું; પતિ – પ્રેમિકા સામે ગુનો નોંધાયો
મોટમવામાં રહેતા દરજી યુવાને છ વર્ષ પહેલા કોડીનાર પંથકમાં વણકર યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. હવે તેને બીજી બાવાજી યુવતી સાથે પ્રેમ થઇ જતાં તેણે પ્રથમ પત્ની ના છુટાછેડા આપવા માટે બળજબરી કરી હતી. પ્રેમિકા બાવાજી યુવતી સાથે મળી પ્રથમ પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરતાં પતિ વિરુદ્ધ ધમકી, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.તાલુકા પોલીસે આ અંગે મૂળ કોડીનાર સત્યમ્ સોયટીના વતની અને હાલ ત્રણ-ચાર માસથી રાજકોટ કાલાવડ રોડ મોટા મવા અમૃતવિલા ફલેટ નં. ૨૦૧માં રહેતાં લક્ષ્મીબેન વા/ ઓ સંજય ગોહેલ (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી તેના પતિ સંજય કરસનભાઇ ગોહિલ અને તેની પ્રેમિકા વનિતા જયસુખભાઇ ગોસ્વામી વિરૂધ્ધ આઇપીસી ૪૯૮, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
લક્ષ્મીબેન ફરિયાદમાં જણાવ્યું છે કે મોટમવામાં આવેલી અમૃત વિલામાં પતિ સંજય ગોહિલ, મારા બહેન ભાગ્યશ્રી સાથે રહું છું. પતિ ડ્રાઇવિંગ કરે છે. મારા પિતાનું નામ શામજીભાઇ ત્રિકમભાઈ મકવાણા છે. મારું માવતર કોડીનાર છાછર ગામ છે. પતિ સંજય દરજી જ્ઞાતિના છે. અમારે બંનેને વર્ષ ૨૦૧૪માં પ્રેમ થઇ જતાં અમે ત્યારે ભાગીને સુરત કામરેજમાં મહાદેવના મંદિરમાં એકબીજાને ફૂલહાર કરી લગ્ન કર્યા છે. ત્યારથી પતિ-પત્ની તરીકે રહીએ છીએ. અમારી સંતાન નથી.ચારેક વર્ષ અમારું લગ્ન જીવન બરાબર ચાલ્યું હતું. એ પછી મારા પતિના મોબાઇલમાં એક અન્ય સ્ત્રી નો ફોટો મેં જોયો હતો. આ અંગે તેને પૂછતાં તેણે તેનું નામ અનિતા જયસુખભાઇ ગોસ્વામી હોવાનું અને પોતે તેની સાથે પ્રેમમાં હોવાની વાત કરી હતી. આ કારણે તમારે પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થયું હતું. એ પછી પતિએ મને ત્રાસ આપવાનું શરૂ કરી મારકુટ કર્યા બાદ છૂટાછેડાની માંગણી કરી હતી
૨૬/૮ના હું અને મારી બહેન ભાગ્યશ્રી ઘરે હતાં ત્યારે સાંજે આઠેક વાગ્યે પતિ સંજય અને અનિતા આવ્યા હતા અને મારી સાથે ઝઘડો કરી છૂટાછેડા આપી દેવા કહી ગાળો દીધી હતી. તેમજ મારી જ્ઞાતિ પ્રત્યે પણ અનિતાએ જેમ તેમ કહી અપમાનિત કરી હતી અને જો હું છૂટાછેડા નહિ આપું તો મને તો મારી નાંખશે તેવી ધમકી આપી હતી.ગત ર/૯ના બુધવારે રાત્રે ફરીથી પતિએ ફોન કરી ગાળો દઈ છૂટાછેડા નહિ આપ તો ટાંટીયા ભાંગી નાખી તેમ કહી ધમકી આપતા ફરિયાદ કરવી પડી છે. તાલુકા પીઆઇ જે. વી. ધોળા, ભરતભાઈ વાનાણી સહિતે ગુનો નોંધ્યો છે.