મોબાઇલ પર કલાકો ચેટ અને કોમ્પ્યુટર પર ટાઇપિંગ કર્યા બાદ તમે શુ કરો છો? સામાન્ય રીતે તમારા હાથને કેટલા પ્રકારે અને કેટલી હદ સુધી વાળી શકાય છે. પરંતુ ઘણા લોકો હાથ-પગની આ કસરત કરવાની આદત ધરાવતા હોય કે ન હોય પણ સામાન્ય રીતે આંગળીના ટચાકાને ફોડવાનુ બધાને ખૂબ પસંદ હોય છે.
આંગળીના ટચાકા
આંગળીના ટચાકા ફોડવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ડોક્ટર્સ માને છે કે હાથ કે પગની આંગળીઓના ટચાકા ફોડવાથી હાડકા પર તેની ખરાબ અસર થાય છે .તેનાથી કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે.
ટચાકા ફોડતી વખતે થાય છે શું?
આપણી આંગળીઓ અને ઘૂંટણના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું લિક્વિડને કારણે આંગળીના હાડકા એકબીજા સાથે ઘસતા નથી. અને આ લિક્વિડમાં રહેલા ગેસ જેવા કાર્બન ડાયઓક્સાઇડ નવી જગ્યા બનાવે છે જેથી ગેસના પરપોટા ફુટે છે જે કારણે અવાજ સંભળાય છે.જ્યારે પહેલીવાર ટચાકો ફુટી પછી ગેસ પાછુ ભળવામાં ૧૫થી ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે તેથી એકવાર ટચાકા ફોડ્યા બાદ ઘણીવાર અવાજ સંભળાતાો નથી.
નુકશાન
એક રિપોર્ટ અનુસાર વારંવાર ટચાકા ફોડવાથી આંગળીના સાંધામાં રહેલુ આ લિક્વિડ ધીરે ધીરે થઇ જાય છે. જો આવુ થાય તો તમને ગાડ પણ થઇ શકે છે તેથી હાડકાની પકડ પર પણ અસર પડે છે.