મહા વાવાઝોડા અંગે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, 7મીએ સવારે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે, હાલ વાવાઝોડું 21 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જે વેરાવળથી 490 કિમી, દીવથી 540 અને પોરબંદરથી 400 કિમી દૂર છે.
ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા વાવાઝોડું નબળું પડતુ જશે. છતા 70થી 80 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. વાવાઝોડાની અસરથી આજે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગરમાં આજે ભારે વરસાદ રહેશે. જ્યારે આવતીકાલે સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર અને રાજકોટમાં વરસાદની સંભાવના છે.