કોડીનાર: તોઉતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે વેરાવળ, સોમનાથ, ઉના કોડિનારમાં 80થી 130 કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે. વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. કોડીનારમાં છેલ્લા 7 કલાકથી વિજળી ગુલ થઈ ગયેલ છે અને આખુ કોડીનાર તાલુકો અંધારા પટમાં છે.
કોડીનારમાં તોઉતે વાવાઝોડાથી ભારે તબાહીના એહવાલ ફોન દ્વારા મળેલ છે. કોડીનારમાં 130 કી.મીની ઝડપે તુફાની પવન ફુંકાય છે. જેમાં કોડીનાર તાલુકાના કોટડા-માઢવડ બેટમાં ફેરવાયા છે. છારા અને મુળ દ્વારકામાં દરિયો તોફાની બન્યો છે. દરિયા કાંઠાના દરેક મકાનો ધરાશાઈ બન્યા છે અને અનેક જગ્યાએ મોટા વૃક્ષો ધરાશાયી બન્યા છે. મુળદ્વારકા બંદર આવેલ છે તે કોડીનાર સીટીથી ૪ કી.મી છે અને શહેરમાં પણ ઘણું નુકશાન હોવાનુ જાણવા મળ્યું છે. ૧૧:૪૬ મિનિટે ભુકંપનો આચકો અનુભવાયો હતો.