સોરઠ ઉપર તોકતે વાવાઝોડું સંભવિત ત્રાટકવાનું છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લીધા છે અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને અત્યારે જિલ્લાના દરિયાકાંઠાના માંગરોળ અને માળીયા તાલુકામાં જવાબદારી સોંપી દીધા છે આ ઉપરાંત માંગરોળના દરિયા કિનારે 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, માંગરોળ બંદર ઉપર 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને 3587 જેટલી હોળી, બોટ અને પીરાણા બંદર ખાતે ચડાવી દેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના બે તાલુકા માંગરોળ અને માળીયા તાલુકાના 47 ગામો અસરગ્રસ્ત જણાતા ગામોમાં 6234 લોકોને 20 જેટલા સલામત આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. માંગરોળ અને આસપાસના ત્રિજયામાં ભારે પવન શરૂ થયો છે તો જૂનાગઢ સહિત જિલ્લામાં વાદળ છાયું આકાશ અને પવન તેજ ગતિએ ચાલી રહ્યો છે બીજી બાજુ જૂનાગઢ જિલ્લામાં પોલીસ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તથા ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખી દેવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના સાગરકાંઠાના માંગરોળ અને માળીયાહાટીના લગભગ 10 કિલોમીટર માં આવતા 47 ગામોને અસરગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા અને આ ગામોમાં ટીમોને રવાના કરી ત્યાંના ઝૂપડપટ્ટીમાં રહેતા અને જુના તથા જર્જરિત મકાનમાં રહેતાં 6324 જેટલા લોકોને સલામત સ્થળે રાત્રિના જ સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા.દરમિયાન જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારધી તથા તેમની સાથેના ઉચ્ચ અધિકારીઓએ ગઈકાલે માંગરોળ અને વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક અધિકારીઓને સાથે રાખી વિવિધ વિગતો મેળવી સૂચનો આપ્યા હતા આ સિવાય જૂનાગઢ જિલ્લા પોલીસ વાળા રવિ તેજા શેટ્ટી તથા માંગરોળ ડીવાયએસપી પુરોહિત સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ માંગરોળ સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને પૂરતો બંદોબસ્ત દરિયાકાંઠાના કિનારાના ગામોમાં ગોઠવી દેવામાં આવ્યો છે.
હાલમાં માંગરોળમાં પવનની ગતિ તેજ બની છે અને દરિયાના મોજામાં કરનન્ટ આવ્યો છે જે 8 થી 10 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે, વાતાવરણ વાદળછાયુ બન્યું છે, કોઈક વિસ્તારનો વરસાદી છાંટા ચાલુ થયા છે અને માંગરોળ બંદરએ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જ્યારે 3587 હોળી, બોટ અને પીરાણાને બંદર ઉપર લગાવી દેવામાં આવ્યા છે.જો સોરઠના વાતાવરણની વાત કરીએ તો આજે સવારથી જ વાતાવરણમાં ખૂબ મોટો ફેરફાર જણાઈ રહ્યો છે, આજ સવારથી જ આકાશ વાદળ છાયું રહવા પામ્યું છે અને પવનની ગતિ પણ તેજ બની છે, જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા ચાલુ થયા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત ડો. ધીમંત વઘાસિયાના જણાવ્યા અનુસાર આજે સવારે સાડા પાંચ વાગ્યે જે વાવાઝોડાની પરિસ્થિતિ નોંધાયું છે, તે પ્રમાણે જોઈએ તો, જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાની ખરી અસર સાંજના સાડા પાંચ વાગ્યાથી શરૂ થઈને રાતના 10 થી 11 વાગ્યા સુધી રહે તેવું જણાઈ રહ્યું છે અને દરિયા કિનારાના વિસ્તારમાં 100 થી 120 કિલોમીટર અને તે જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ તેની ગતિ ઘટી જશે અને જુનાગઢમાં જ્યારે આ વાવાઝોડું પહોંચશે ત્યારે હાલની પરિસ્થિતિ અનુસાર લગભગ 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય તેવી સંભાવના છે આ સાથે સોરઠના દરિયા કાંઠા વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં લગભગ 5 થી 6 ઈંચ જેટલો વધુમાં વધુ વરસાદ નોંધાઈ અને અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની પણ સંભાવના વર્તાઈ રહી છે.