હજારો મુસાફરો ગઇકાલે બપોર બાદ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર અટવાઇ ગયા હતા
અમેરિકામાં મંગળવારે બપોરે નોર્થ–ઇસ્ટ તરફથી ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ૧૧૨ કિમી/કલાકની ઝડપે ત્રાટકેલાં આ વાવાઝોડાંમાં અત્યાર સુધી ૧૧ વર્ષીય બાળકી સહિત બે લોકોનાં મોત થયા છે. હજારો ઘરો અને બિઝનેસ હાઉસમાં ગઇકાલથી જ વીજ પુરવઠો ખોરવાયો છે. મંગળવારે રાત્રે બે અલગ અલગ સ્થળોએ એક ટ્રક અને કાર પર ઝાડ પડવાના કારણે ૩૨ વર્ષીય ફાયરફાઇટર અને ૧૧ વર્ષની બાળકીનું મોત થયું છે. ફાયર ફાઇટર તેની ટ્રકમાં હતો તે સમયે ઝાડ પડવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે બાળકી કારમાં હતી અને તેના ઉપર ઝાડ પડતાં તેનું પણ મોત નિપજ્યું છે.
૧૦૦૦થી વધુ ફ્લાઇટ્સ કેન્સલમંગળવારે બપોરે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે બે લોકોનાં મોત થયા છે ૧૧ વર્ષની બાળકી અને ૩૨ વર્ષીય પુરૂષનું ઝાડ પડવાના કારણે મોત થયું છે. બે અલગ અલગ સ્થળે બનેલી ઘટનામાં પુરૂષ અને બાળકીનું મોત થયું છે. એક ટીનેજરના માથા પર બેઝબોલ રૂફ પડવાના કારણે ગંભીર ઇજાઓ થઇ છે. હજારો મુસાફરો ગઇકાલે બપોર બાદ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર અટવાઇ ગયા હતા. કારણે કે ભારે વરસાદ અને પવનના કારણે હજારો ટ્રેન રદ કરવામાં આવી હતી.
નોર્થ ઇસ્ટ તરફથી આવેલા આ વાવાઝોડાંના કારણે ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે ઉપરાંત હજારો ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. મંગળવારે સાંજે ૧,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ વાવાઝોડાં અને ખરાબ હવામાનના કારણે કેન્સલ કરવામાં આવી છે. ઉપરાંત ન્યૂબર્ગમાં એક બાળકી અને તેની માતા ઉપર વૃક્ષ પડવાના કારણે તેઓને ગંભીર ઇજાઓ થઇ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com