બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા તે વિસ્તારોમાં ગંભીર વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાણી છે. વૈજ્ઞાનિકનો ના કેહવા મુજબ આ વાવાઝોડું ‘નિવાર’ છેલ્લા 24 કલાકમાં ખૂબ જ ભયંકર રૂપ ધારણ કરી શકે છે. મોસમ વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે નિવાર વાવાઝોડું બુધવારે સાંજે તમિલનાડુ અને પોંડિચેરીના તટ ઉપર ત્રાટકશે. દક્ષિણ ભારતના દરિયાઈ વિસ્તારોમાં ભયની ગંભીર આશંકા છે. તમિલનાડુ ,પોંડિચેરીના અને કરાઈકલના વિસ્તારોમા ભારે વરસાદની આશંકા છે. આજુ બાજુના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
પોંડિચેરીના ગવર્નર સમુદ્રવિસ્તારની તપાસ કરવા માટે પહોંચ્યા:
પોંડિચેરીના ગવર્નર નારાયણ સામી સમુદ્રવિસ્તારની તપાસ માટે ગયા અને દિલ્લીના મોસમવિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક દ્વારા આ બધા સમાચાર મળી રહ્યા છે. પોંડિચેરીના દરીયાઇ વિસ્તારમાં તોફાની પવન ફૂંકાય રહ્યો છે અને સમુદ્રના લાંબા મોજાને જોઈને વૈજ્ઞાનિક દ્વારા કહેવામાં આવ્યું છે કે વાવાઝોડું કાલે 5 વાગ્યે કરાઈકલ અને મમલ્લપુરમમાં ત્રાટકશે.
આગળના 24 કલાકોમાં નિવાર વાવાઝોડું વિકરાળ રૂપ ધારણ કરવાની આશંકા:
છેલ્લાં 24 કલાકમાં નિવાર વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે એની સાથે જ 100 થી 110 કિમિના અંતરે હવા ફૂંકાતી હોવાથી માછીમારોને દરિયાકિનારા પાસેથી સ્થળાંતર કરવી દેવામાં આવ્યું છે. 25 નવેમ્બરના દિવસે આ વાવાઝોડું કરાઈકલ અને મમલ્લપુરમમાં આવશે.
પોંડિચેરીમાં આજે 9 વાગ્યાથી લાગુ પડશે કલમ 144 :
પોંડિચેરીમાં આજે રાત્રે 9 વગ્યાથી લઇને 26 નવેમ્બર સવારના 6 વાગ્યા સુધી 144ની કલમ લાગુ પાડવામાં આવશે. જેમાં દુધની દૂકાનો, પોલીસ સ્ટેશન અને મેડિકલ સિવાય બધી જ વસ્તુઓને ખોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જો આ વાવાઝોડાથી જાનહાનિ થશે તો તમિલનાડુ અને પોંડિચેરી દ્વારા 30 ટિમ નિયુક્ત કરવામાં આવી છે.