સમગ્ર ગુજરાત માં વરસાદ ની આગાહી ને કારણે પડધરી તાલુકાના ના મોવૈયા, ખારી, હરીપર, વણપરી, નવીચણોલ ગામો માં ગુલાબ વાવાઝોડા ની અસર થી ચક્રવાત સર્જાયો હતો. અને તારાજી સર્જી હતી.
આ ચક્રવાતે મોવૈયા ગામ ની સીમ વિસ્તારમાં 15 થી વધારે વીજ પોલ ધરાશાયી કર્યા તેમજ ખેતર માં તમામ પાકને સુવડાવી દીધો, 3 થી વધારે વીજ સબસ્ટેશન થયા ધરાશાયી, ખેતરમા 7 જેટલા મકાનો થયા ધરાશાય તેમજ મકાનના છાપરા ઉડી ગયા હતા. મસ મોટા મહાકાય વૃક્ષો ધરાશયી થયા મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકશાની થયુ છે. વણપરી ગામે 3 મકાનો ને નુકશાન થયું છે. વાવાઝોડા એ 5 ઘેટાં- બકરાં નો ભોગ લીધો તથા અન્ય પણ વાવાઝોડા ની અસર થી નુકશાન થયું છે.વચલીઘોડી ગામ ની સીમ વિસ્તારમાં વૃક્ષો ધરાશાય થયો હતો. તેમજ મગફળી,કપાશ ના પાક ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તાલુકા અન્ય ગામમા ગુલાબ વાવાઝોડું ની અસર જોવા મળી હતી.
નવી ચણોલ ગામે 12 થી 15 મકાનોમાં નુકસાન થયું હતું. વીજ પોલ અને સબસ્ટેશન પડી જતા વીજળી ખોરવાઇ હતી. ખેતરમાં ઉભા પાકો સુવડાવી દેતા ખેડૂતોને ભારે નુકસાન નો સામનો કરવો પડશે. પડધરી તાલુકાના આ તમામ દ્વારા તાત્કાલીક સર્વે કરી સહાય કરવાની માંગ કરી હતી.
પડધરી તાલુકા પીજીવીસીએલ નાયબ ઈજનેર વી.બી મેરા તથા સોજીત્રા અને તેમની ટીમ દ્વારા પડધરી તાલુકાના તમામ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ અને આ ડિઝાસ્ટર માં વીજ તાર થી કોઈપણ પ્રકારની દુર્ઘટના ઘટે નઈ તે માટે સતત કાર્યરત રહ્યા હતા. આટલા ભારે પવન અને વરસાદ હોવા છતાં પડધરી તાલુકાના મોટાભાગના ગામોમાં પીજીવીસીએલ દ્વારા વીજકાપની ફરિયાદો આવી ન હતી જેના માટે તાલુકા ની જનતા એ પીજીવીસીએલ તથા તેમના કર્મચારીઓની પ્રશંસા કરી હતી.