નવા નિયમ હેઠળ કોઈપણ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મએ હપ્તા અથવા બિલના પૈસા કાપતા પહેલા દર વખતે પરવાનગી લેવી પડશે!!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશ મુજબ બેંકોએ ગ્રાહકોને ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શનમાં થતા ફેરફારો વિશે માહિતી આપવાનું શરૂ કર્યું છે. આ ફેરફારો આજે ૧ ઓક્ટોબર ૨૦૨૧ થી અમલમાં આવશે. આ ફેરફાર હેઠળ કોઈપણ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મએ હપ્તા અથવા બિલના પૈસા કાપતા પહેલા દર વખતે તમારી પરવાનગી લેવી પડશે. કોરોનાને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વારા ઓટો ડેબિટના નિયમોનું પાલન કરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. અગાઉ રિઝર્વ બેંકે ૧ એપ્રિલથી આ સમયમર્યાદા લાગુ કરવાનું કહ્યું હતું.
ઓટો ડેબિટનો અર્થ એ છે કે જો તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં ઓટો ડેબિટ મોડમાં વીજળી, ગેસ, એલઆઈસી અથવા અન્ય કોઈ ખર્ચ મુક્યો હોય તો ચોક્કસ તારીખે ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. નિયમો બદલવાથી તમારી ચુકવણી નિષ્ફળ થઈ શકે છે. હવે દરેક વખતે હપ્તા કે બિલના પૈસા કાપતા પહેલા પરવાનગી લેવી પડે છે.
ઓટીટી પ્લેટફોર્મ જેવા વિવિધ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સને ૧ ઓક્ટોબરથી ઓટો-ડેબિટ નિયમોમાં ફેરફાર બાદ તેમના વપરાશકર્તાઓન બેઝમાં ૧૦-૧૫ ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે.
મોબાઇલ ફોન બિલ, બ્રોડબેન્ડ, વીજળી, પાણીનું બિલ, વીમા પ્રીમિયમરદ થઇ શકે છે. જો આ બિલ ૫ હજારથી ઓછા હોય તો તે રદ કરવામાં આવશે અન્યથા નાણાં ઓટો ડેબિટની સંમતિ પછી જ કપાશે. જો બિલ ૫ હજાર રૂપિયાથી વધુ છે તો હવે તમારે સંપૂર્ણ નિયમો સાથે ઓનલાઇન ટ્રાન્સફર કરવું પડશે. જો વીમા પ્રીમિયમ ૫ હજારથી વધુ છે તો તે પણ ઓટો ડેબિટ થશે નહીં. તેના માટે સીવીવી અને ઓટીપીનો માર્ગ ક્રેડિટ કાર્ડ દ્વારા લેવો પડશે.
બેંકોએ આ નવા નિયમ વિશે પોતાના ગ્રાહકોને જાણ કરવાનું શરૂ કર્યું છે. દેશની ખાનગી બેંક એક્સિસ બેંકે તેના ગ્રાહકોને ઓટો ડેબિટ નિયમ વિશે માહિતી આપી છે. બેંકે જણાવ્યું હતું કે, આરબીઆઈની પેમેન્ટ ગાઈડલાઈન્સ મુજબ, ૨૦-૦૯-૨૧ થી પુનરાવર્તિત વ્યવહારો માટે તમારા એક્સિસ બેંક કાર્ડ્સ પર હાલની સૂચનાઓનું પાલન કરવામાં આવશે નહીં. તમે અવિરત સેવા માટે તમારા કાર્ડનો ઉપયોગ કરીને સીધા વેપારીને ચૂકવણી કરી શકો છો.
નવા નિયમમાં બેંક ગ્રાહકોને ચુકવણી કાપવાના ૫ દિવસ પહેલા નોટિફિકેશન મોકલશે અને ગ્રાહકની મંજૂરી બાદ જ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવશે. ૫૦૦૦ રૂપિયાથી વધુની રિકરિંગ પેમેન્ટ માટે બેન્કોએ ગ્રાહકોને વન-ટાઇમ પાસવર્ડ મોકલવાની જરૂર રહેશે.