જસદણ નગરપાલિકામાં કાયમી નોકરી મળી રહે તે માટે છેલ્લા એક અઠવાડિયાથી વાલ્મીકી સમાજની દસ ગરીબ બહેનો પ્રતિક ઉપવાસ પર બેઠી છે. ત્યારે એમનો કોઈનિર્ણય ન આવતા આજથી તેઓભૂખ હડતાલ કરશે નગરપાલીકામાં સફાઈ કામદાર તરીકે રોજમદાર તરીકે કાર્ય કરતી આ વાલ્મીકી સમાજની દસ બહેનો એક અઠવાડિયાથી ઉપવાસ પર બેઠી છે.
તેઓ એ સફાઈ કામદાર તરીકે પાલીકામાં લોહી પાણી એક કર્યું. આમ છતા તાજેતરમાં થયેલી ભરતીમાં અમને કાયમી ધોરણે નોકરીમાં ન લીધા અને લાગવગીયાની પ્રથમ પસંદગી ઉતારી હતી. ઉપવાસ છાવણીમાં આ બહેનાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતુ કે અમારે ઉપર આભ અને નીચે ધરતી જેવી દશા છે.
મોંઘવારી કાબુ બહાર છે. સફાઈ કામદારોની કાયમી ભરતી થઈ એમાં અમારો હકક હોવા છતા અમને કાયમી ન કરાતા અમો આ અન્યાયમાં છેલ્લા આઠ દિવસથી પ્રતીક ઉપવાસ કરી રહ્યા છીએ. પણ સરકારે આ ભરતી બંધ રાખી અમારો સમાવેશ ન કરાતા આખરે અમો ભૂખ હડતાલ પર ઉતર્યા છીએ. ન્યાય નહિ મળે ત્યાં સુધી અમો ભૂખ હડતાલ કરીશું આ અંગે અમે તંત્રને લેખીત પણ જણાવી દીધું છે.