ભુખમરાના પ્રમાણને લઈ ૧૧૯ વિકાસશીલ દેશો વચ્ચે કરાયેલા સર્વેમાં ભારત ૧૦૦માં ક્રમે બાળકોમાં અપૂરતું પોષણ અને પાયાની સવલતોના અભાવે ભારતમાં ભુખમરાનું પ્રમાણ વધ્યું

ભારતમાં ગરીબી, બેરોજગારી, ભુખમરો એ પાયાના પ્રશ્ર્નો છે. ભારતમાં રહેલા આ જટીલ પ્રશ્ર્નો દેશના વિકાસને અવરોધે છે. જેનું પ્રમાણ ઘટાડવું અતિઆવશ્યક બન્યું છે. ઘી ઈન્ટરનેશનલ ફુડ પોલીસી રીસર્ચ ઈન્સ્ટીટયુટ (આઈએફપીઆરઆઈ)ના રીપોર્ટ અનુસાર ભારતમાં ભુખમરાનો પ્રશ્ર્ન ખુબ જ ગંભીર બન્યો છે. ગ્લોબલ હન્ગર ઈન્ડેકસ (જીએચઆઈ) પર ૧૧૯ દેશો વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ ૧૧૯ દેશોમાંથી ભારતનો ક્રમ ૧૦૦માં આવ્યો છે.

ગયા વર્ષના સર્વેમાં ભારતનો ક્રમ ૯૭મો નોંધાયો હતો. ભારતમાં ભુખમરાના મુળભુત કારણો બાળકોમાં પુરતા પોષણનો અભાવ અને પાયાની જ‚રીયાતનો અભાવ છે. એશિયન દેશોમાં ભુખમરામાં ભારતનો ત્રીજો નંબર આવે છે. વધતો જતો જીએચઆઈ રેશિયો ભુખમરાનું વધતુ જતુ પ્રમાણ દર્શાવે છે. ભારતમાં ભુખમરાનું પ્રમાણ ૩૧.૪ છે. નોર્થ કોરીયા અને બાંગ્લાદેશ કરતા પણ કથળતી પરિસ્થિતિ ભારતની છે. ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો ચીનનો ક્રમાંક ૨૯, નેપાળ ૭૨, મ્યાનમાર ૭૭, શ્રીલંકા ૮૪, બાંગ્લાદેશ ૮૮, પાકિસ્તાન ૧૦૬ અને અફઘાનિસ્તાન ૧૦૭માં ક્રમાંકે છે. જયારે નોર્થ કોરિયા ૯૩ અને ઈરાક ૭૮માં ક્રમે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.