આરાધ્યા કલબ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ વેલકમ નવરાત્રીની રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મહિલાઓ માટે ખાસ રાખવામાં આવ્યો હતો. અલગ અલગ ગ્રુપની બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.ટ્રેડીશ્નલ કપડા સાથે બહેનો મન મુકીને ગરબાના તાલે ઝુમી ઉઠી હતી. આ ગરબા નાઈટમાં વિદેશથી સહેલાણીઓ આવેલા પણ ગરબાના તાલે ઝુમી ઉઠયા હતા. બ્રાઝીલથી આવેલ બ્રિન્દ્રાએ જણાવ્યું હતું કે, તે છેલ્લા ૨ મહિનાથી ગરબા શીખી રહી છે અને તેને ગરબા ખુબ જ પસંદ છે. ખાસ કરીને ચણીયાચોલી પહેરવા તેમને ખુબ પસંદ છે.આ કાર્યક્રમમાં ગરબે રમવા આવેલી બહેનોએ પોતાનો ઉત્સાહ વ્યકત કરતા જણાવ્યું હતું કે, માંની આરાધના માટે કોઈ નિશ્ર્ચિત સમય હોતો નથી અને તેમાં પણ ગુજરાતી લોકોના રંગેરંગમાં ગરબા વ્યાપેલા છે ત્યારે કોઈ પણ વાર તહેવાર પ્રસંગ હોય ત્યારે ગુજરાતીઓ મન ભરીને ગરબે રમતા હોય છે. સાથો સાથ જણાવ્યું હતું કે, આજથી શરૂ થનારી મા આધ્યાશકિતની આરાધનાના નવ દિવસમાં પહેલો દિવસ માં શૈલપુત્રીની પુજા-અર્ચના અને આરાધના કરવામાં આવે છે. જયાં માંની આરાધના થકી માંઈ ભકતો માના ગુણલા ગાવા શકિતની ભકિતરૂપી ગરબે ધુમી માની આરાધના અને ઉપાસના ભકિતમય માહોલમાં વ્યકત કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.