ધૂળેટીના પર્વે આયોજિત અનોખા મેળામાં બળદ ગાડા તેમજ અશ્વોની હરિફાઈ યોજાઈ
કેશોદ તાલુકાના ઈસરા ગામે નાગ દેવતા ધુણેશ્વર દાદાનું મંદિર આવેલ છે જ્યાં વર્ષોથી ધુળેટીના દિવસે મેળો યોજાયછે મંદિરને મનમોહક લાઈટીંગથી શણગારવામાં આવે છે.
આ મેળાની વિશેષતા એ છે કે ધુણેશ્વર દાદાને ધુળ ચડાવવામાં આવેછે શ્રધ્ધાળુઓ એક ખોબો ધુળ ચડાવે છે તે ઉપરાંત શ્રીફળથી પારણાં નીમક તથા ઘઉની ઘુઘરી ધરવામાં આવે છે.
સૌરાષ્ટ્ર ભરમાં અને જુનાગઢ જીલ્લામાં એક માત્ર ઘુણેશ્વર દાદાનું આ મંદિર એવું છે જ્યાં આજુબાજુના આસરે પચ્ચીસથી પણ વધારે ગામોના લોકો જેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેને ધુળેટીના દિવસે ધુણેશ્વર દાદાને સવા મણની ઘઉની ઘુઘરી ધરવામાં આવેછે અને તેની પ્રસાદી લેવામાં આવે છે. આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ કટલેરી બજાર રમકડાના સ્ટોલમાં લોકો મેળાની યાદગીરી માટે ખરીદી કરેછે જે ખરીદી કરનારાઓની પણ ભારે ભીડ જોવા મળે છે.ધુણેશ્વર દાદાના મંદિરના લાભાર્થે કાન ગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવેછે જેમાં જુદા જુદા ગામોના કલાકારો તથા સેવાભાવીઓ દ્વારા નિ:સ્વાર્થ ભાવે સેવા આપવામાં આવેછે તેમાંથી એકઠું થતું ફંડ ધુણેશ્વર દાદાના મંદિરના સેવાકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છેમેળામાં અશ્વ દોડ હરીફાઈ પણ આકર્ષણનું કેન્દ્ર બનેછે આજુબાજુના ગામોના અશ્વ પાલકો અશ્વોને શણગારી મેળામાં વિવિધ હરીફાઈ યોજવામાં આવેછે જેમાં રેવલ ચાલ દોડ હરીફાઈ યોજવામાં આવેછે ઈસરા સમસ્ત ગામ ધુણેેશ્વ ગૃપ દ્વારા ભોજન પ્રસાદીનુ આયોજન કરવામાં આવેછેે જેનો લાભ પણ લોકો લેછે
ધુણેશ્વર દાદાના મેળામાં ધુળેટીના દિવસે સવારથી લોકો ઉમટી પડેછે આખો દિવસ મેળાની મોજ માણેછે આ મેળામાં આજુબાજુના પચીસ થી પણ વધારે ગામોના લોકો મેળાનો લાભ લેછે વર્ષો પહેલાં આ મેળામાં શણગારેલા બળદ ગામડાઓમાં લોકો મેળો કરવા આવતા અને બળદ ગાડાની હરીફાઈઓ પણ યોજાતી ધીમે ધીમે ટ્રેક્ટર ફોરવ્હીલ તથા બાઈકો સહીતના વાહનોની સગવડો વધતી જતા હાલમાં બળદ ખાડાઓ જવલ્લે જ જોવા મળે છે મેળાની સુરક્ષા માટે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહીતનો પોલીસ કાફલો મેળાની સુરક્ષામાં તૈનાત રહેછે સવારથી શરૂ થતો મેળો બપોર સુધી લોકોની ભારે ભીડ જોવા મળેછે હજારો શ્રદ્ધાળુઓ મેળાનો તથા દર્શનનો લાભ લે છે.