માનવ, સમાજ, સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ થયો હશે ત્યારે લોહીના સંબંધો પછી જો કોઈ પ્રથમ સંબંધ વિકસીને આજ સુધી અમર રહી શક્યો તે કદાચ પરસ્પરની દોસ્તીનો સંબંધ હશે. દોસ્તી વિશે ઘણુ લખાયું, ઈતિહાસ રચાયા, મિત્રતાના ભાવ ઈતિહાસ ઉપરાંત પુરાતન ઉપરાંત ધર્મ શાસ્ત્રમાં પણ મહત્વ પામ્યા છે. ભારતની ધર્મ સંસ્કૃતિમાં કૃષ્ણ અને સુદામાની દોસ્તી સમગ્ર વિશ્ર્વ માટે નિસ્વાર્થ પ્રેમ અને દોસ્તી એક એવો સંબંધ છે કે જેમાં રાજા અને રંકમાં પણ સમાનતાના ભાવ જાગી જાય છે. પંક્તિમાં જેને દુ:ખમાં પામીએ તે લાખોમાં એક જ હાયે છે તે વાત હવે આધુનિક યુગમાં કરવામાં આવેલા મૈત્રી અંગેના સંશોધનમાં પુરવાર થયું છે. દોસ્તીને વારંવાર કસોટીની એરણમાંથી પસાર થવું પડે છે. જેમાં જિંદગીભર નિભાવી શકે તેવી દોસ્તી તો આંગળીના વેઢે ગણાય તેટલી હોય છે.
તાજેતરમાં વિશ્ર્વકક્ષાના એક મૈત્રી અંગેના સર્વેમાં ગણના કરવામાં આવી હતી કે, એક વ્યક્તિ જીવનમાં કેટલા દોસ્ત બનાવી શકે. 1993માં બ્રિટીસ સર્વેયર કંપનીએ કરેલા એક સર્વેમાં એક વ્યક્તિના સંબંધો કેટલા હોય તેના મહત્તમ આકમાં 150નો આંકડો આવ્યો હતો. સર્વેના આ મિશનમાં સ્ટોક હોમ યુનિવર્સિટીએ કરવામાં આવેલા સર્વેના પ્રસિધ્ધ થયેલા જર્નલમાં ગયા અઠવાડિયે પ્રશ્ર્નોતરી સાથેના એક સર્વેનો આખો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં સામાજીક વ્યવસ્થા અને સમયની જરૂરીયાતોને લઈને એક વ્યક્તિ વધુમાં વધુ કેટલા સંબંધો નિભાવી શકે તેનો સર્વે કરવામાં આવ્યો હતો.
દુનિયાનો આરંભ થયો અને માનવ સંસ્કૃતિના વિકાસ સાથે લોહીના સંબંધો
બાદ જો કોઈ નવો સંબંધ સર્જાયો હોય તો તે હશે ‘દોસ્તી’
સ્ટોક હામ યુનિવર્સિટીના પ્રોફેસર જોન લીંબે જણાવ્યું હતું કે, મુળભુત સર્વેમાં દનબાર મંકી અને એફ જેવા વિવિધ ગ્રુપો દ્વારા વિવિધ વર્ગના લોકોનો સર્વે કર્યો હતો. આ નવા અભ્યાસમાં એક વ્યક્તિની મિત્ર અને સંબંધીઓની રખાવટની ક્ષમતા કેટલી હોય તે અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં જોડાયેલા ઓકસ્ફર્ડ યુનિવર્સિટીના દંનબારે જણાવ્યું હતું કે, માનવીય સંબંધો નહીં વિસ્તૃત છણાવટ સાથે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. મોટાભાગના મિત્રો લાંબાગાળે એકબીજાને સમજવામાં ભુલ કરતા હોવાથી સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી પરંતુ કેટલાક કેટલાંક સંબંધો એકબીજાના વિશ્ર્વાસથી જીવનભર ટકી રહે છે. આવા સંબંધોની સંખ્યા 200 થી ઘટી 150 સુધી હોય છે.
એકલતાની ઔષધ શોધાય તો ઠીક છે બાકી મિત્રતાથી શ્રેષ્ઠ મલમ નથી
જન્મથી બાળપણમાં એક યા બે મિત્રોથી શરૂ થતી મિત્રતાની આ સફર 20 અને 30 સુધી પહોંચે છે અને 70ના દાયકા સુધી 150 જેટલા સંબંધો એવા હોય છે કે જે કાયમી મૈત્રી તરીકે ગણાવી શકાય. એક વ્યક્તિને કેટલા મિત્રોની જરૂર એવા સર્વેમાં ઈ.સ.પૂર્વે 6000ના જમાનામાં નિયોલીચીક ગામડાઓ અને મધ્ય પૂર્વમાં 120 થી 150 લોકો પોતાની આસપાસ મિત્ર વર્તુળ બનાવી રાખતા હતા. 1086માં આ સંખ્યા વધી 160 થઈ હતી. અત્યારે આધુનિક યુગમાં સંબંધો અને તેની જાળવણી, જરૂરીયાતના પરિપેક્ષ્યમાં 2007માં કરવામાં આવેલા સર્વેમાં એક વ્યક્તિ 100 થી 150 સંબંધો જાળવી શકે.
શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક જેને દુ:ખમાં પામીએ તે લાખોમાં એક
કેનેડાના પ્રોફેસર લેડી લુઈઝે જણાવ્યું હતું કે, માનવ જિંદગી ખુદ એવી જંજાળ ભરી થઈ ગઈ છે કે, અહીં સંબંધોની જાળવણી અઘરી બની ગઈ છે. આપણા આંતરીક અને બાહ્ય સંબંધોની જાળવણી હવે ફેરવિચારનો વિષય બની ગઈ છે. સંબંધો પરની ચર્ચાઓમાં લોકો મિત્રતા અને તેની ઉત્તરદાયિત્વ અંગે પુન: વિચારતા થઈ ગયા છે. સામાજીક વર્તુળો, બદલાતી જીવનશૈલી, ધંધા રોજગાર, મહામારીનો સમય અને કાર્યસ્થળમાં પરિવર્તન લોકોના સંબંધ ક્ષમતામાં પણ અસર કરતા થયા છે. દાયકાઓ જુના જ્યારે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા ન હતું ત્યારે લોકોના સંબંધો મર્યાદિત હતા. આજે તેનો વ્યાપ વધ્યો છે. કોલંબીયા બિઝનેશ સ્કૂલના એંજલીયા લીએ જણાવ્યું છે કે, હવે આ જમાનામાં સંબંધોની સંખ્યા વધારવી શકય બની છે કારણ કે ઈન્ટરનેટથી દુનિયાભરનું અંતર દૂર થયું છે. મિત્રતા અંગેના સર્વેમાં મિત્રતા અને વ્યક્તિગત લોહીના સંબંધો અલગ રાખવામાં આવ્યા હતા. એક વ્યક્તિ મિત્રો કેટલા રાખી શકે, ક્યાં સુધી મિત્રતા જાળવી શકે તેની ચર્ચામાં અગાઉની જેમ એક વાત તો સિદ્ધ થઈ છે કે, લાંબી જિંદગીમાં માનવીને સારા કહીં શકાય તેવા મિત્રતો આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ મળે. જ્યારે નિરાંતે હેઠા બેસીને વિચારવામાં આવે તો આપણી સામાજીક લાગણી અને તેનો વ્યાપ કેટલો છે તેની સાચી સંખ્યા આવે તો તે આંગળીના વેઢે જ ગણાય જાય. એટલે જ તો કહેવામાં આવ્યું છે કે…જેને દુ:ખમાં પામીએ તે લાખોમાં એક…