૨૦૩૦ સુધીમાં ૩૦ મિલીયન હજયાત્રીઓ યાત્રા કરશે: સાઉદી અરબ હજયાત્રા દ્વારા વિકાસની હરણફાળ ભરશે
મુસ્લીમ સમુદાયમાં હજ યાત્રાને અતિ પવિત્ર માનવામાં આવે છે. રવિવારે ર મિલિયનથી પણ વધારે હજયાત્રીઓ સાઉદી અરબ પહોચ્યા. ઇસ્લામમાં પાંચમાં પાયા તરીકે હજયાત્રાનું મહત્વ છે. છ દિવસની આ યાત્રામાં મુસ્લીમે ખુબ જ શ્રઘ્ધાથી ભાગ લે છે. જો કે સાઉદ અરબ છેલ્લા કેટલાક સમયથી ફુડ ઓઇલને લઇને પરેશાન છે ત્યારે હવે સાઉદી અરબ તેલ પર પોતાની નિર્ભરતા ઘટાડવાના મુડમાં દે ૧૪મી સદીથી અવિરત ચાલતી હજયાત્રા હવે સાઉદી અરબ માટે આવકનું સાધન બનશે.
જો ભારતની વાત કરીએ તો ૧૨૮ લાખ થી પણ વધારે હજયાત્રીઓ સાઉદી અરબ જાય છે. ભારત સરકાર દ્વારા પવિત્ર હજયાત્રીઓને સ્પેશ્યલ ફેસીલીટી આપવામાં આવે છે ભારતથી ૪૬૬ જેટલી ફલાઇટમાં હજયાત્રીઓને હજ માટે સાઉદી અરબ પહોચાડવામાં આવે છે. આ વર્ષની છેલ્લા ફલાઇટ શુક્રવારે સવારે સાઉદી અબર પહોંચી ગઇ.
સાઉદી અરબને એવી આશા છે કે આગામી ર૦૩૦ સુધીમાં લગભગ ૩૦ મિલિયન હજયાત્રીઓ મકકા આવશે. છેલ્લા રપ વર્ષમાં ૫૪મિલિયન હજ યાત્રીઓએ હજયાત્રા કરી છે.
મહત્વનું છે કે સાઉદી અરબ માટે હજયાત્રીઓ આવકનું બીજુ સાધન છે સામાન્ય રીતે સાઉદી અબર તેલ અને ગેસ ઉપર જ નિર્ભર છે.
હજયાત્રાની સાથે સાથે ઉમરાહના યાત્રીઓ દ્વારા સાઉદી અરબના વિકાસ ગ્રોથ ૧ર બિલિયન ડોલર સુધી પહોંચી ગયો. જેમાં ર૦ ટક રાજયનો નોન ઓઇલ ઝડપી અને ૭ ટકા ટોટલ જીડીપીનો સમાવેશ થાય છે. જયારે હજ યાત્રાનો જ ગ્રોથ ગણવામાં આવે તો ૫-૬ બિલિયન ડોલરની ભાગીદારી હજયાત્રા દ્વારા થાય છે. તજજ્ઞોનું માનવું છે કે આગામી ૨૦૨૨ સુધીમાં હજયાત્રા દ્વારા આવકનો ગ્રોથ ૧૫૦ બીલીયન ડોલરને આંબી જશે. હજયાત્રાને ઘ્યાનમાં રાખીને મકકામા લકઝુરીયસ હોટેલો પણ ખુલી રહી છે. અને આ હોટેલો એવી રીતે ઉભી કરવામાં આવી છે કે રુમમાંથી મકકાની મસ્જીદ જોઇ શકાય હોટેલન એક રાતનું ભાડુ ૫૮૮૦/- ડોલર છે. જો કે આવી એકપ્રેન્સીવ હોટલમાં રહેવું સામાન્ય હજયાત્રીઓ માટે મુશ્કેલ છે. ત્યારે આ પવિત્ર છ દિવસ દરમિયાન સાઉદી અરબમાં સ્લીમ પોડસ બનાવ્યા છે. ૧૮ અને ર૪ દરમિયાન મોર્ડન હોટલના પ્રાંગણમાં તંબુ બાંધી ફ્રી માં સુવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ ફ્રી તંબુ ત્રણ મીટર લાંબા અને એક મીટરની હાઇટ વાળા છે. આ પ્રકારના તંબુ મકકાની નજીક આવેલા મીના શહેરમાં બનાવવામાં આવ્યા છે. આ પોડસમાં પણ અદ્યતન સુવિધાઓ છે આમા હજયાત્રીઓ કપડા બદલી શકે છે. નાહી શકે છે અને તેમનો સામાન પણ સ્ટોર કરી શકે છે.
મહત્વનું છે કે સાઉદી અરબ માત્રને માત્ર તેલ ઉપર જ નિર્ભર છે. સાઉદી અરબ દ્વારા ૯૦ ટકા તેલની નિકાસ કરાય છે. જો કે ફુડ ઓઇલમાં ભાવમાં હાલ મોટા પ્રમાણમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે. સાઉદી અરબ દ્વારા હવે માત્ર તેલ પર નિર્ભર રહીને રાજયનો વિકાસ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે. ત્યારે તેલ સિવાય ના અન્ય સ્ત્રોત પર મદાર રાખવામાં આવી રહ્યો છે.
સાઉદી અરબના વિઝન ૨૦૩૦ મુજબ આગામી વર્ષોમાં ૧૧પ નવી બિલ્ડીંગ, ૭૦ હજાર હોટલ રુમ, ૯ હજાર હાઉસીંગ યુનીટ અને ૩૬ લાખ સ્કેવર મિટરમાં હજયાત્રીઓ માટે કોમર્શિયલ સ્પેસ વિકસાવવામાં આવશે. જેમાં ૧.૫ લાખ લોકોને રોજગારી પણ મળી રહેશે.