પુરના પાણી ફરી વળતા ૬૬૦૦ લોકો બેઘર ૨૦થી વધુને મોતની આશંકા
બેંગકોંકના લાઓસમાં મોરબી જળ હોનારત જેવી દુર્ઘટનામાં એક નિર્માણાધીન ડેમ તૂટી જતાં સેંકડો લોકો લાપતા બન્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. જળસ્તર વધતાં જ બંધ તૂટી ગયો અને પૂર જેવી સ્થિતિ ઊભી થઇ હતી. બંધ તૂટી પડયા બાદ તેના જથ્થાએ લગભગ છ ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જી મકાનો-ઘરવખરી ધોઇ નાખી હતી અને આ હોનારતમાં ૬૬૦૦ લોકો બેઘર બન્યા હોવાનું તેમજ ૨૦ થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.
બેંગકોકમાં જ્યાં આ દુર્ઘટના ઘટી છે તેવા લાઓસમાં ડેમનું વ્યાપારિક ધોરણે કામકાજ ૨૦૧૯ માં શરૂ થવાનું હતું. જેનાથી ઊભી થનારી વીજળીનો ૯૦ ટકા ભાગ થાઇલેન્ડને નિકાસ કરવાનો હતો. એબીસી લાઓસ ન્યૂઝમાં મંગળવારે પ્રકાશિત હેવાલો મુજબ અધિકારીઓએ એનઆઇ જિલ્લાના લોકોને બચાવવા માટે નૌકા દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરી છે, જ્યાં જિપિઆન-જી-નૈમ નોય હાઇડ્રોપાવર બંધ બની રહ્યો છે, બંધ બનાવી રહેલી કંપનીનું કહેવું છે કે, ભારે વરસાદના કારણે આ ડેમ તૂટી ગયો છે અને ગામલોકોને બચાવવા માટે લાઓસ સરકારને સહયોગ કરી રહી છે.
એસ.કે. ઇન્જિનીયરિંગ એન્ડ કસ્ટ્રક્શનના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે આપાતકાલ બચાવકાર્ય ટીમ મોકલી છે, બંધની નજીકના ગ્રામ્ય લોકોને બચાવવા અને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટેની યોજના બનાવી રહ્યા છીએ. સામ્યવાદી લાઓસ એવો વિશિષ્ટ દેશ છે જ્યાં નદીઓનું વ્યાપક માળખું છે અને અનેક ડેમ બંધાઇ રહ્યા છે. જે હાઇડ્રોપાવર વીજળી પેદા કરી વીજળીની નિકાસ કરે છે.
બંધ સોમવારે રાત્રે આઠ વાગ્યે તૂટી ગયો હતો અને તેનાથી પાંચ અરબ ક્યુસેક મીટર પાણી ધસી આવતાં સેંકડો લોકો લાપતા બન્યા હતા અને મકાનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે.
લાઓસમાં ડેમ તૂટી જવાથી આસપાસના અનેક ગામોમાં પૂર આવી ગયું છે અને પાણીમાં ઘર ડૂબી જવાથી ૬૬૦૦ લોકો બેઘર થઇ ગયા છે. સેંકડો લોકો લાપતા છે.૨૦થી વધુના મોત થયા હોવાની શક્યતા છે.