દર્દ તો દર્દ છે તેમા ભેદભાવ ન હોય દરેક વ્યક્તિને દર્દ નો એકસરખો અનુભવ થતો હોય છે. તે દર્દ દૂર કરવા માટે એક ઉમદા હેતુથી વિના મુલ્યે નિષ્ણાંત ડોક્ટરો ની સેવા ઉપલબ્ધ કરાવવી એજ માનવતાનુ પ્રતીક છે.
જામનગર મા આવુ મેગા આયોજન મકરાણી ગ્રુપના હોદેદારો રહીમભાઇ,જાવેદભાઇ મુંજાવર, નાવેદભાઇ, અનશભાઇ, આશીફભાઇ વગેરે એ વ્યાપક હિત મા રવિવારે મીરા દાતાર કમ્પાઉન્ડ જામનગર મા આયોજન કર્યુ. જેમા ડોક્ટરો તારીક બ્લોચ,કમલેશ ચૌધરી, ,હેનીશ,,રિયા પટેલ,શાહનવાઝ, ધર્મિષ્ઠા અશોક ભટ્ટ વગેરે એ નિષ્ઠા પુર્વક ફ્રી સેવા આપી અને કોમી એકતા દર્શાવી ડોક્ટરો એ સેવા આપી જેમા જનરલ ફીજીશ્યન, એમડી, ગાયનેક,ઇ એન ટી,પીડીયાટ્રીશ્યન સહિતના નિષ્ણાંતો એ નિદાન રિપોર્ટ સારવાર ભેદબાવ વગર ઉમદા વ્યવસાય ને ઉજાગર કરી સેવા આપી જેનો સેંકડો હિન્દુ મુસ્લીમ ભાઇ બહેનો એ સેંકડો ની સંખ્યામા લાભ લીધો.
હાલના યુગમા બે ટંકના રોટલા માઁડ માંડ મેનેજ કરતા લોકો માટે સામાન્ય સારવાર લેવી અઘરી છે ત્યારે બીમારીમા નિષ્ણાંત ડોક્ટરોની સારવાર નિદાન દવા તો કેમ પરવડે ?તે ધ્યાનમા લઇ આ કોમી એકતાના પ્રતિક સમાન મેગા ફ્રી કેમ્પ દર્દી ઓની આંતરડી ઠારતો સરાહનીય બની રહ્યો છે. અને ઉદાહરણીય અને પ્રેરણારૂપ છે