- કોર્પોરેશન દ્રારા માલનો નાશ કરાયો: પેકેટ પરને બેન્ચ નંબરના આધારે ફૂડ શાખા દ્વારા તપાસ શરૂ
આજી નદીના પટ્ટમાં રામનાથપરા બેઠા પુલની બાજુમાં નમકીનના પેકેટનો મોટો જથ્થો કોઈ ફેકી ગયાની બાતમી મળતા કોર્પોરેશન દ્રારા ફ તપાસ હાથ ધરવામાં આવી હતી.ડોક્ટર હેપ્પી બ્રાંડના એક્સપાયરી ડેટ થયેલા વેફર સહિત નમકીનના પેકેટો ફેંકી દેવામાં આવ્યા હતાં.
સોલીડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા પેકેટનો નાશ કરી લોધીકાની ફેક્ટરીમાં પેકેટ ઉપર દર્શાવેલ બેંચ નંબરના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજી નદીમાં વેફર અને નમકીનના પેકેટનો મોટો જથ્થો બીનવારસી હાલતમાં પડ્યો હોવાની બાતમી મળતા આરોગ્ય વિભાગની ફૂડ શાખાની ટીમે તપાસ હાથ ધરી હતી. આ જથ્થો એક્સપાયરી ડેટ થઈ ગયો હોવાથી ફેંકી દેવામાં આવ્યો હતો. પેકેટ ઉપર ડોક્ટર હેપ્પી બ્રાંડ અને એડ્રેસ લોધીકાનું હોવાથી ફૂડ વિભાગે આ જથ્થાનો ઉપયોગ કોઈ ન કરે તે માટે સોલીડ વેસ્ટ વિભાગને જાણ કરી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે આરોગ્ય અધિકારી ડો. વકાણીએ જણાવ્યૂ હતું કે, આ તમામ પેકે અખાદ્ય હોવાથી કોઈ દુકાનદારે અથવા ડીસ્ટ્યુબીટરે નદીના પટમાં ફેંકી દીધા હશે. જે ગેરકાયદેર હોવાથી પેકેટ ઉપર દર્શાવેલા બેચ નંબરના આધારે આ ખાદ્ય પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યા છે અને તેનું વેચાણ ક્યાંરે કરવામાં આવ્યું છે .
ઉપરાંત છેલ્લે ડીસ્ટ્રીબ્યુટર પાસેથી આ જથ્થો કઈ કઈ દુકાનમાં પહોંચેલ તે સહિતની બાબતની તપાસ કરવામાં આવશે. જેમાં કસુરવાર થયે લોધીકાની ખાદ્યપદાર્થ બનાવનાર ફેક્ટરી વિરુદ્ધ ફુડ વિભાગના નિયમો મુજબ પગલા લેવામાં આવશે.