- રંગીલા રાજકોટમાં જીજ્ઞેશદાદાના સંગે ગુંજશે રાધે રાધેનો નાદ
- લોહાણા મહાજન આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં 30 માર્ચથી 5 એપ્રિલ સુધી શ્રી કૃષ્ણ ભકિતનો જબ્બર માહોલ સર્જાશે
- લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ સહિતનું ટ્રસ્ટી મંડળ ટીમ સુપર્બ આયોજન કરવા સતત દોડી રહ્યા છે
વિશ્ર્વનું સૌથી મોટું લોહાણા મહાજન ‘રાજક્ોટ લોહાણા મહાજન’ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે અને તેઓના આત્માની શાંતિ માટે ચૈત્રી નવરાત્રી 30 માર્ચથી 5 એપ્રીલ દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે પવિત્ર 108 શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય–દિવ્ય–અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પવિત્ર ભકિતમય વાતાવરણમાં લાખો ભાવિકો કથા શ્રવણનો લાભ લેશે દરરોજ કથા વિરામ બાદ હજારો ભાવિકો વૈષ્ણવો, સનાતનીઓ ભાવપૂર્વક મહાપ્રસાદનો લાભ લેશે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઈ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદા રાધે રાધેના વ્યાસાસને યોજાનાર 108 શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં રાજકોટના વિવિધ વેપારી એસો. યજમાનો, સંસ્થાઓનાં સેંકડો સભ્ય ભાગવત સપ્તાહ થકી પૂણ્ય કમાશે. વિવિધ એસો.યજમાનો, સંસ્થાઓની મિટીંગોમાં એક જ સૂર જોવા મળ્યો હતો કે, સમગ્ર સૌરાષ્ટ્ર–રાજકોટમાં અત્ર, તત્ર, સર્વત્ર રાધે રાધેનો નાદ ગૂંજશે. શ્રી કૃષ્ણ ભકિતનો જબ્બર માહોલ સર્જાશે. કથાનો સમય દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો રાખવામા આવ્યો છે.
સમગ્ર વિશ્ર્વના લોકો પવિત્ર ભાગવત સપ્તાહને ઘર બેઠા નિહાળી સાંભળી શકે તે માટે ‘અકિલા લાઈવ’ દ્વારા અપ ટુ ડેટ નેટવર્ક ગોઠવવામા આવી રહ્યું છે.
સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઈ ગણાત્રાનો સતત સાથ સહકાર હુંફ મળી રહ્યા છે.
રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ સહિતનું સમગ્ર ટ્રસ્ટી મંડળ ટીમ સુપર્બ આયોજન કરવા સતત દોડી રહ્યા છે.
શ્રીમદ ભાગવત સપ્તાહ સંદર્ભે વિવિધ એસો., યજમાનો, સંસ્થાના હોદેદારો, સભ્યોની મીટીંગ મળી હતી જેમાં રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો, ટ્રસ્ટીઓ ઉપરાંત રાજકોટના દાણાપીઠ વેપારી એસો.ના જતીનભાઈ બગડાઈ, ઘનસુખભાઈ રાયચુરા, ચેતનભાઈ તન્ના સહિતના સભ્યો, ધર્મેન્દ્ર રોડ વેપારી એસો.ના હિતેષભાઈ અનડકટ,ઉમેશભાઈ માનસતા શશીકાંતભાઈ રાયઠઠ્ઠા, રૂપેશભાઈ રાચ્છ, વ્યોમેશભાઈ ડ્રેસવાલા, રાજુભાઈ રાજવીર વિગેરે સભ્યો સાંગણવા ચોક વેપારી એસો.ના સુનિલભાઈ છગ સહિતના સભ્યો, પરાબજાર વેપારી એસો.ના સભ્યો, રઘુવંશી અગ્રણીઓ જીતુભાઈ બદીયાણી, મેહુલભાઈ નથવાણી, આર્કીટેકટ નિલેશભાઈ ભોજાણી, સંજયભાઈ કકકડ, ડો.ભાવનાબેન શીંગાળા,માલાબેન કુંડલીયા, કિરીટભાઈ કેશરીયા, અશોકભાઈ કુંડલીયા, યોગેશભાઈ જસાણી, રમણભાઈ કોટક, પ્રકાશભાઈ સૂચક, અજયભાઈ ઠકરાર, મુકેશભાઈ તન્ના, હિતેષભાઈ પોપટ, ડો.હિમાંશુભાઈ ઠકકર, અશોકભાઈ હિન્ડોચા, સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.
ચૈત્રી નવરાત્રી પ્રારંભ તા. 30 માર્ચના રોજ બપોરે બે વાગ્યે વિરાણી હાઈસ્કુલના ગ્રાઉન્ડથી વિશાળ શોભાયાત્રા શરૂ થઈને એસ્ટ્રોન રોડ (સરદારનગર મેઈનરોડ)થી યાજ્ઞીક રોડ થઈને રેસકોર્ષ મેદાન જશે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય–દિવ્ય–અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતી રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી ધવલભાઈ કારીયા, ટ્રસ્ટીઓ જીતુભાઈ ચંદારાણા, કિશોરભાઈ કોટક, હરીશભાઈ લાખાણી, એડવોકેટ શ્યામલભાઈ સોનપાલ ડો. પરાગભાઈ દેવાણી, હિરેનભાઈ ખખ્ખર, એડવોકેટ, તુષારભાઈ ગોકાણી, શૈલેષભાઈ પાબારી, દિનેશભાઈ બવારીયા, એડવોકેટ મનિષભાઈ ખખ્ખર, ડો.જનકભાઈ ઠકકર, મુકેશભાઈ પાબારી, ડો. ભાવેશભાઈ સચદે, ચેતનભાઈ હિન્ડોચા, ધવલભાઈ ખખ્ખર, શ્રીમતી રીટાબેન કુંડલીયા, શ્રીમતી અલ્પાબેન બરછા, શ્રીમતી અલ્કાબેન પુજારા, શ્રીમતી નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતી ભાવીનીબેન ખખ્ખર, શ્રીમતી સીમાબેન રાજદેવ, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઈ પારેખ, દક્ષિણી, પિયુષભાઈ ગોકાણી, વિમલભાઈ લાખાણી, ભુવનેશભાઈ ચાંદ્રાણી, મૌલિકભાઈ ચાંદ્રાણી ચેતનભાઈ દેવાણી, જીગરભાઈ વિઠ્ઠલાણી, પરેશભાઈ તન્ના, નવદીપભાઈ દતાણી, ભાવિકભાઈ એરડા, દર્શિતભાઈ ચૌહાણ, નિલેશભાઈ ગોંડલીયા, હિતેષભાઈ અનડકટ, જયેશભાઈ કકકકડ, ભાવેશભાઈ રૂપારેલીયા, શુભમભાઈ રઘુરા, ભાવિકભાઈ પોપટ, અભયભાઈ પોપટ, કિરીટભાઈ કેશરીયા, દીપભાઈ કોટેચા, કપીલભાઈ ગણાત્રા, નિલેશભાઈ કોટેચા, પિયુષભાઈ અભાણી, સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.