જામજોધપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ચીમનભાઇ સાપરિયાનો ચૂંટણી પ્રચાર આસપાસના ગામ તેમજ સમગ્ર પંથકમાં જોરદાર ચાલી રહ્યો છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર.સી.ફળદુ અને જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઇ મુંગરાની ઉપસ્થિતિમાં આજે મધ્યસ્થ કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ સમાજ અને તમામ વર્ગના લોકો ઉ5સ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના સેંકડો કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા એટલું જ નહિં હજ્જારો કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની જીત માટે સંકલ્પ કર્યો હતો. જામજોધપુર બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી ચીમનભાઇ સાપરિયાએ તેમનો ચૂંટણી પ્રચાર કાર્યાલય શરૂ થતાંની સાથે તેજ બનાવ્યો છે.
જામજોધપુરના મેથાણ ગામ, સડોદર સહિતના ગામોમાં વિજય સંકલ્પ બેઠક યોજી લોક સંપર્ક કર્યો હતો એ દરમિયાન કૃષિ, રસ્તા, પાણી, વિજળી અને સિંચાઇના ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન થયેલા વિકાસ કાર્યોની લોકોને માહિતી આપી હતી. આ લોક સંપર્ક દરમિયાન યોજાયેલી નાની-મોટી સભાઓમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ જે-તે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મેથાણ ગામની મૂલાકાત દરમિયાન શ્રી ચીમનભાઇ સાપરિયાએ ગામમાં આવેલા શ્રીરામ મંદિરે જઇ દર્શન કર્યા હતા અને ભગવાન શ્રીરામના આશિર્વાદ પણ મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ ગામે-ગામ અને શહેરોમાં જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. જામજોધપુરમાં પણ ભાજપને ઠેરઠેરથી શુભેચ્છા અને સમર્થન મળી રહ્યું છે. વિજય સંકલ્પ યાત્રા દરમિયાન હજ્જારો કાર્યકરોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલે તેવા સંકલ્પ કરવામાં આવ્યા હતા.