આધુનિક ખેતી પધ્ધતિથી વિવિધ પાકો અને તેના ઉત્પાદનમાં રાજ્ય ભરમાં મોખરાનું સ્થાન ધરાવતો હળવદ તાલુકો ખેતીક્ષેત્રે અગ્રેસર છે. હળવદની પહેલા કપાસ ત્યારબાદ જીરૂ અને હવે વરિયાળીની સુવાસ દેશ-વિદેશમાં ફેલાઈ રહી છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવતા વરિયાળીના રોજબરોજના ૧૩ હજાર મણના જથ્થા પૈકી અમુક જથ્થો વેપારીઓ દ્વારા પ્રોટેક્ટ મશીન દ્વારા સાફ કરી તેનું પેકિંગ વિદેશમાં સપ્લાય કરી રહ્યા છે.

હળવદ પંથકના ખેડૂતોની કોઠાસૂઝના ઉત્પાદનમાં પહેલા કપાસ ત્યારબાદ જીરૂ, રાયડો, એરંડા અને હવે વરિયાળીએ મેદાન મારતા હળવદની વરિયાળી અન્ય રાજય ઉપરાંત વિદેશમાં પણ સુવાસ ફેલાઈ છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલે જણાવ્યું કે, ગઈકાલે વરિયાળીના ભાવ ૧૦૫૦થી ૧૨૯૯ પહોંચતા ઉંચા ભાવોની હરરાજી થતાં ખેડૂતોમાં હરખ છવાયો હતો તેમજ સોમવારે વરિયાળીની હળવદ યાર્ડમાં ૧૩ હજાર મણની મબલક આવક નોંધાઇ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com