હજુ કેટલા દિવસ લાગશે? તમામ મજૂરો સહી સલામત નીકળશે કે કેમ? : દેશ આખાની મીટ મંડાઈ

ઉત્તરકાશી સુરંગ દુર્ઘટનામાં હજુ સુધી એક પણ મજૂરને બચાવી શકાયો નથી. નિર્માણાધીન સિલ્ક્યારા સુરંગ 12 નવેમ્બરે ધસી ગઈ હતી. 6 દિવસ પછી પણ 41 કામદારો ફસાયેલા છે. આ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કામદારોના આરોગ્ય અંગે ચિંતા સતત વધી રહી છે.

મજૂરો માટે સુરંગમાં 900 એમએમની ટ્યુબ નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્યુબ નાખવા માટે, ડ્રિલિંગ મશીન વડે પાઈપો નાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 3 પાઈપ લગાવવામાં આવી છે અને ચોથી પાઈપને વેલ્ડીંગ કરવામાં આવી રહી છે.

ઈન્ટરનેશનલ ટનલિંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સે ભારતીય બચાવ ટીમને મદદ કરવા માટેનું નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રોફેસરે જણાવ્યું છે કે, તેઓ ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાના બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે. આગામી દિવસોમાં બચાવ કામગીરી સફળ નહીં થાય તો તેઓ ભારત આવશે. આ ખૂબ જ ગંભીર બાબત છે. આ દુર્ઘટનામાં 41 લોકોના જીવ જોખમમાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બચાવ કાર્યમાં થોડી ઝડપથી થઈ રહ્યું છે પરંતુ, હજુ સુધી એકપણ મજૂરને બહાર કાઢવામાં સફળતા મળી નથી. જો ટનલની અંદર ટ્યુબ નાખવાનું કામ સરળ રીતે કરવામાં આવશે તો કામદારોને ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે.

અધિકારીઓને આશા છે કે, હવે ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈને બચાવી શકાયા નથી. 15 નવેમ્બરે કાટમાળમાં ડ્રિલિંગ દરમિયાન ભૂસ્ખલન થતાં બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. ભૂસ્ખલનને કારણે ટનલની અંદર કાટમાળ પડતા નાસભાગ મચી ગઈ, જેમાં બે કામદારો ઘાયલ થયા છે. 14 નવેમ્બરે બે કામદારોની તબિયત બગડી હતી. એક મજૂરને ઉલ્ટી અને ચક્કર આવવા જેવી સમસ્યા હતી. અન્ય એક મજૂરે માથાના દુખાવાની ફરિયાદ કરી હતી. બંને કામદારોને કોમ્પ્રેસર મારફતે દવાઓ મોકલવામાં આવી હતી. પહાડોમાં સાંકડા રસ્તા હોવાને કારણે અનેક મશીનોને લાવવામાં મુશ્કેલી થઈ રહી છે. બેકઅપ મશીનના અભાવે બચાવ કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે.

આ સમગ્ર ઘટનામાં સંવેદનાસભર દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં એક મજુરે ડ્રિલ મારફત સંદેશ પાઠવતા તેના ભાઈને કહ્યું હતું કે, હું વધુ વાત નહીં કરી શકું પણ તું માતાને એવુ ન કહેતો કે, હું અહીંયા ફસાયો છે, તે ચિંતા કરશે અને તેમની તબિયત બગડશે. આ પ્રકારના અનેક કરુણ દ્રશ્યો ઉત્તરકાશીમાં બન્યા છે. આ બધી વસ્તુ વચ્ચે હજુ સુધી એકપણ મજુરને બહાર કાઢી શકાયો નથી ત્યારે સવાલ ઉઠે છે કે, આ મજૂરોને બહાર કાઢતા હજુ કેટલા દિવસ લાગશે અને સાથોસાથ તમામ મજૂરો હેમખેમ બહાર આવશે કે કેમ?

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.