ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, 1938માં ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. ઉત્તીર્ણ કર્યું હતું અને 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા.
તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર રહ્યા હતા. 1996 થી 1997 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.
આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા
1976 – કુમાર ચંદ્રક
1989 – રણજિતરામ સુવર્ણચંદ્રક
2016 – રમણભાઇ નીલકંઠ પુરસ્કાર
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com