ધીરૂભાઈ સરવૈયા મેદનીને ડોલાવશે
રાજકોટના તમામ આઈ.ટી. ઉદ્યોગ એટલે કે કોમ્પ્યુટર , લેપટોપ અને પેરિફરલ્સના વેપારીઓને સાંકળથી સંસ્થા એટલે રાજકોટ કોમ્પ્યુટર ટ્રેડર્સ એસોશિએશન , જે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને ગુજરાતના તમામ આઈ.ટી. એસોસિએશનમાં આગવું સ્થાન ધરાવે છે . જેમાં આશરે 300 જેટલા વેપારી મેમ્બર તરીકે જોડાયેલા છે .
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા સંજયતાળાએ જણાવ્યુંં હતુ કે એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે બિઝનેસ ઇવેન્ટ મોટીવેશનલ પ્રોગ્રામ , નોલેજ શેરિંગ , પ્રોડક્ટની ટ્રેનીંગ સેમિનાર વગેરે કાર્યક્રમનું આયોજન થતું હોય છે .
હાલ એસોશિએશન દ્વારા મેમ્બર્સ તથા તેમના ફેમિલી માટે ધમાકેદાર પ્રોગ્રામનું આયોજન તારીખ 11/05 / 2022 બુધવાર રાત્રે 8:45 કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ , રાજકોટ ખાતે ધીરુભાઈ સરવૈયા નો હાસ્યરસ ” નો મેગા ઇવેન્ટ પ્રોગ્રામ રાખેલ છે , જેમાં તમામ વેપારીમિત્રો ને ફેમિલી સાથે હાજરી આપવા પ્રેસિડેન્ટ સંજયભાઈ તાળાએ અનુરોધ કરેલ
આ ઇવેન્ટ યૂક્વિક કંપનીના સહયોગ થી યોજવામાં આવેલ છે યૂક્વિક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જીનલભાઈ મહેતાએ ખૂબ નાની ઉંમરમાં પોતાની ટીમ દ્વારાએક એવો સોફ્ટવેર બનાવેલ છે જે હાલના ઝડપી યુગમાં કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ માત્ર થોડીક સેક્ધડમાં રીપેર કરી કોમ્પ્યુટરને કાર્યરત કરી આપે છે . આવનારા સમયમાં આ પ્રોગ્રામની માત્ર ભારતભરમાં નહીં પરંતુ વિશ્વમાં નોંધ લેવામાં આવશે .