વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના પગલે ભારે બરફ વર્ષા: તંત્ર સાબદું
કાશ્મીરમાં ભારે બરફ વર્ષાની આગાહી સાથે લદાખ સહિત રાત્રિ તાપમાન નીચુ ગયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, લદાખનું લેહ માયનસ ૯.૭ ડિગ્રી સાથે ઠરી ગયું હતું. કારગીલમાં માયનસ ૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હી અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
આમ ફરી એક વખત ઠંડીનો દૌર જામશે, કાશ્મીરમાં ભારે હીમ વર્ષા થઈ છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરના પગલે કાશ્મીરમાં ભારે બરફ વર્ષા થઈ હતી. સમગ્ર કાશ્મીર ખીણ ઠંડીગાર થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર સરકારે રસ્તા પરથી બરફ સાફ કરવાના મશીનો તૈનાત કર્યા હતા. બંજાબ અને હરિયાણામાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળતા ઠંડીનો વધુ એક દૌર દેશભરમાં જામશે. પંજાબના ભટિંડામાં સૌથી નીચુ તાપમાન ૪ ડિગ્રી નોંધાયું હતું.
પંજાબનું પાડોશી રાજય હરિયાણામાં પણ તીવ્ર ઠંડી હતી. પંજાબના ફરીદકોટમાં ૪.૮, અમૃતસરમાં ૫.૪ અને ગુરદાસપુરમાં ૬.૯ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં માયનસ ૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુલમર્ગમાં ૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યા મુજબ વરસાદની શકયતા છે. આથી તંત્રને સાબદુ રહેવા સૂચના આપવામાં આવી છે.