હજારો જીવોને અભયદાન, મુક્તિદાન અને શાતા સમાધિ
શરીરનો જન્મોત્સવ નહિ, સજનો જન્મોત્સવ ઉજવીએ, શરીરની ઉંમરે વધે તેનાથી વધારે સમજની ઉંમર વધે એ જ ખરેખર જીવનની મજા : નમ્રમુનિ
રાખ થઇ જનારા શરીરના જન્મોત્સવની અનેકવારની ઉજવણી બાદ હવે સમજનો જન્મોત્સવ ઉજવીને જીવન સાર્થક કરી લેવાની પ્રેરણાનું પાથેય કંડારી ગયો, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 51માં અવતરણ અવસરે મહા માનવતા મહોત્સવ ઉજવાયો હતો.રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રી ચરણમાં અવતરણ દિનની શુભેચ્છા વંદના, અભિવંદના અને ભક્તિભાવની અર્પણતા કરવા અત્યંત ઉત્સાહ ભાવે પ્રત્યક્ષ અને લાઇવના માધ્યમે સમગ્ર ભારતના ખૂણે-ખૂણેથી તેમજ અમેરિકા, ઓસ્ટ્રેલીયા, લંડન, આફ્રિકા, સ્વીડન, સિંગાપોર, દુબઇ, આબુધાબી, મલેશિયા, સુદાન, કોંગો, યુગાન્ડા, નાઇરોબી, આદિ વિદેશના અનેક ક્ષેત્રોનાં હજારો લાખો ભાવિકોએ જોડાઇને ગુરુના અવતરણ દિનના વધામણા કર્યા હતાં.
પ્રત્યથ અને પરોક્ષ ઉ5સ્થિત દરેક દરેક ભક્તિભીના હૃદ્ય અલૌકિક દિવ્ય તરંગોથી ભાવિત થઇને લયલીન બની ગયા હતા જ્યારે દેવાધિદેવ તીર્થકર પરમાત્મા પાર્શ્ર્વપ્રભુની ઉત્કૃષ્ટ સ્તુતિ સ્વરૂપ મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની સંકલ્પ સિધ્ધિદાયિની જપ સાધના પરમ ગુરુદેવના નાભિનાદથી પ્રગટતા દિવ્ય મંત્રોચ્ચાર સાથે બ્રહ્મસ્વરે કરાવવામાં આવી હતી. ક્રમવાર ત્રણ તબક્કામાં વિશિષ્ટ મુદ્રાઓ અને લયબદ્વ સ્વરૂપે કરાવવામાં આવેલી આ જપ સાધના અનેક ભાવિકોની આત્મા ધરાને પ્રભુ પ્રેમની તરબતર કરી ગઇ.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પરમ ગુરુદેવ દ્વારા થઇ રહેલા માનવતા-જીવદયાના કાર્યો બદલ અહોભાવ પ્રગટ કરીને શુભેચ્છા અર્પણ કરી હતી. એ સાથે જ આ અવસરે માનનીય શ્રી પરષોત્તમજી રૂપાલાએ પણ ગુરુદેવને સૌરાષ્ટ્રના રત્ન તરીખે ઓળખાવીને શુભેચ્છા અર્પણ કરી હતી. આ અવસરે સમગ્ર ગોંડલ સંપ્રદાય તરફથી પ્રવિણભાઇ કોઠારીએ પણ ગુરુદેવના માનવતા અને સેવાના કાર્યોની પ્રશસ્તિ કરીને એમના દીર્ઘ આયુષ્યની શુભેચ્છા વંદના અર્પણ કરી આગામી ચાતુર્માસ ગોંડલ પધારવા આખી કમિટિ સાથે વિનંતી વ્યક્ત કરેલ.
રાજકોટ રોયલ પાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠે આ અવસરે પરમ ગુરુદેવ દ્વારા સમગ્ર વિશ્ર્વમાં અનેરી વિચારધારા સાથે થઇ રહેલા સેવાના કાર્યોની પ્રશસ્તિ કરીને પરમ ગુરુદેવ જેવા સંતની પ્રાપ્તિ બદલ સ્વયંને સદભાગી તરીકે ઓળખાવ્યા હતાં.ઉપસ્થિત જન જનના હૃદ્ય હર્ષ હર્ષનો જયનાદ કરી રહ્યા જ્યારે રાજકોટના લાભાર્થી કાંતિભાઇ લાઘાભાઇ શેઠ પરિવાર દ્વારા પરમ ગુરુદેવને અત્યંત અહોભાવથી શાલ અર્પણ કરવામાં આવી હતી.
આજના મહામાનવતા મહોત્સવના અવસરે ઘાટકોપરના ઉર્વીશભાઇ વોરા તરફથી અઢી કરોડ રૂપિયા જરૂરીયાતમંદ ગરીબ સ્થાનકવાસી જૈન ભાવિકના ઇમરજન્સી ઓપરેશન માટે અર્પણ કરવામાં આવતા સર્વત્ર હર્ષ અને જયનાદ ગુંજી ઉઠ્યો હતો.
શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર મંગલ કુંભનો લાભ કચ્છના એસ.પી.એમ. પરિવારે, અમદાવાદના જતિનભાઇ તથા આસિતભાઇ મહેતાએ, અજમેરા પરિવારે, છાબડીયા પરિવારે તેમજ ભાયાણી પરિવારે લીધો હતો. આ અવસરે 51 કિલોના લાડવાનો લાભ નટુદાદા શેઠ પરિવારે તથા કિરીટભાઇ મહેતા પરિવારે લીધો હતો. સૌના વહાલા, સૌના પ્યારા એવા પરિકલ્પિત પાત્ર સિદ્વમ દ્વારા અને વિવિધ પ્રાંતીય ભાષામાં 50 બાળકો દ્વારા પરમ ગુરુદેવના સ્વાસ્થ્ય આરોગ્યની આપવામાં આવેલી શુભેચ્છા સર્વત્ર આનંદ પ્રસરાવી ગઇ હતી.
છેલ્લા સાત દિવસથી દેશ અને વિદેશના અનેક ક્ષેત્રોમાં ગરીબ લોકોને વસ્ત્રદાન, અન્નદાન, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, જીવન જરૂરી વસ્તુઓના અનુદાન, અબોલ પશુ પંખીને લાખો રૂપિયાના દાણા પાણી, ઘાસચારો, મિષ્ટ ભોજન અર્પણ કરવાના સત્કાર્યો સાથે જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓ માટે નજીવા દરે ડાયાલિસિસની વ્યવસ્થા, તેમજ મેડીકલ ટેસ્ટીંગની યોજનાઓ જેવા અનેક પ્રકારના માનવતા અને જીવદયાના પ્રકલ્પો સાથે 53000થી પણ વધારે ભાવિકોને રિલાયન્સ પરિવારના ઉપક્રમે અનંત અર્હમ આહારના દાન સાથે અત્ર-તત્ર-સર્વત્ર મહેકી ઊઠી માનવતા મહોત્સવની મહેક.