શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનિષ રાડીયા, જયમીન ઠાકર, નીતિન રામાણી, બાંધકામ સમિતિના ચેરમેન કેતન પટેલ, ડ્રેનેજ સમિતિના ચેરમેન હિરેન ખીમાણીયા અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ બજેટને આવકારી ચેરમેનને પાઠવ્યા અભિનંદન
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ-2022-23નું રૂા.2355.78 કરોડનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા અંતિમ મંજૂરી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. વાસ્તવિક અને વિકાસલક્ષી બજેટને શહેર ભાજપના હોદ્ેદારો, કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરોએ આવકાર્યું હતું. માનવી ત્યાં સુવિધાના સૂત્રને સાર્થક કરતું વિકાસલક્ષી અને વાસ્તવિક બજેટ હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે મહાપાલિકાના બજેટથી રાજકોટ વિકાસની નવી ક્ષિતિજો સર કરશે. અનેકવિત યોજના થકી શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે. પૂર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે બજેટમાં લોકો માટે વિવિધ પ્રોજેક્ટ, પાયારૂપ કાર્ય અને સુવિધામાં વધારો થાય તેના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. શહેરના વિકાસ કામો માટે કોઇપણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવ્યા નથી.
સર્વસ્પર્શી અને સર્વગ્રાહી વિકાસલક્ષી બજેટ આપવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે રાજકોટને વિકાસના પથ પર દોડતું કરનારૂં બજેટ છે. જે બદલ હું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આભાર માનું છું. જ્યારે મનિષભાઇ રાડીયાએ જણાવ્યું હતું કે બજેટમાં હાલ જે પ્રોજેક્ટ પ્રગતિમાં છે તે સમયસર પૂર્ણ થાય તેના પર વધુ ધ્પવામાં આવ્યું છે. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીના નવીનીકરણનો પ્રોજેક્ટ ખરેખર આવકારદાયક છે.
પારદર્શક અને ઝડપી વહીવટ માટે ફાઇલ ટ્રેકીંગ સિસ્ટમ સહિતના નવા પ્રકલ્પો મુકવા બદલ ચેરમેને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલે બજેટને શહેરના સંર્વાંગી વિકાસને આગળ ધપાવતું બજેટ ગણાવી તેને આવકાર આપ્યો હતો.
જ્યારે ડ્રેનેજ સમિતિના ચેરમેન હિરેનભાઇ ખીમાણીયાએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે છેવાડા માનવી સુધી સુવિધા પહોંચે તે માટે ભાજપના શાસકો સતત સંકલ્પબધ્ધ છે. બજેટમાં નવા ભળેલા વિસ્તારો માટે ફાળવવા આવેલી ગ્રાન્ટ માટે તેઓએ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા.