રોકડ દાગીના પર્સ માલીકે આપેલી ઇનામની રકમનો પણ સવિનય ઇન્કાર કરી દાખવી ઇમાનદારી
તાજેતરમાં જ આવો એક કિસ્સો ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસ.ટી. વર્ક પોર્ટમાં જોવા મળ્યો છે.
રાજકોટ એસ.ટી. બસ પોર્ટમાં ડેપો મેનેજર અનિતાબેન ભટ્ટએ જણાવ્યું હતું કે બસ પોર્ટમાં ટ્રાફીક ક્ધટ્રોલર તરીકે ફરજ બજાવતા ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારી ડી.આઇ. જાડેજાને બસ પોર્ટ સંકુલમાંથી કોઇ મુસાફરનું એક પર્સ મળી આવ્યું હતું. જેમાં રૂ. 10 હજાર રોકડા, સોનાનું પેન્ડન્ટલ અને બુટ્ટી, તેમજ ચાંદીના અન્ય કિંમતી દાગીના હતા.
દરમિયાન તેમણે પર્સના માલીકને શોધી ખરાઇ કર્યા પછી પરત કર્યુ હતું. પર્સ ખોવાઇ જતા હાંફળા ફાંફળા થયેલા મુસાફરને પર્સ પરત મળતા ખુશીથી ઝુમી ઉઠયા હતા અને તેમની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડયા હતા. પર્સ પરત કરનાર કર્મચારીને પ્રમાણિકતાના ઇનામ રૂપે રોકડા રૂપિયા આપતા ડી.આઇ. જાડેજાએ ઇનામ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે ઇનામ સ્વરુપે જેટલી રકમ આપવા ઇચ્છતાહોય તેટલી રકમમાંથી ગરીબોને ભોજન કરાવી આપજો.