સાચી ઈબાદત માનવસેવામાં જ છે. ઉદયપૂરના 32 વર્ષના અકીલ મનસુરીએ કોરોના પીડીત બે મહિલાઓનો જીવ બચાવવા નાફત રમઝાનનું રોઝુ તોડવાનો નિર્ણય કર્યો પરંતુ ત્રણ ત્રણ વાર માનવતાના કાજે પ્લાઝમા ડોનેટ કર્યું શહેરની હોસ્પિટલમાં 36 વર્ષની નિર્મલાબેન અને 30 વર્ષના અલ્કાબેનની હાલત લથડી ગઈ હતી. ઓકિસજન સપોર્ટ પર હતા અને જીવ બચાવવા માટે તાત્કાલીક એ પોઝીટીવ બ્લડના પ્લાઝમાની જરૂરીયાત ઉભી થઈ ત્યારે અકીલ મનસુરીએ જરાપણ વિલંબ કર્યા વગર પ્લાઝમા ડોનેટ કરવાનું અકીલ રોઝુ રાખ્યું હતુ છતા તે પ્લાઝમા ડોનેટ કરવા હોસ્પિટલે પહોચી ગયો હતો. ખાલી પેટે પ્લાઝમા ડોનેટ ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં અકીલે તાત્કાલીક રોઝુ ખોલી નાખ્યુ અને બંને મહિલાઓનું જીવ બચાવી લીધો હતો.
અકીલએ અત્યાર સુધી 17 વાર રક્તદાન અને ત્રીજી વાર પ્લાઝમા ડોનેટ કર્યા હતા. પરંતુ રમઝાન મહિનાનું આ સદકાર્યને અકીલે સહવિશેષ ઈબાદત ગણાવી હતી.