અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહી છે. પાછળ થોડા દિવસોમાં આપણે આપના ઘણા બધા સ્વજનોને ગુમાવ્યા હશે. અત્યારનો સમય એવો છે કે કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ કોઈની મદદ કરી શકે નહીં ત્યારે આવા સમયમાં લોકોને સહાનુભૂતિની વધુ આવશ્યક્તા હોય છે. ત્યારે આવા સમયમાં માણાવદરનો એક યુવક લોકોની વહારે આવ્યા છે. માણાવદરમાં દિનપ્રતિદિન કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો ત્યારે શહેરના સ્મશાનમાં રોજની ૫ થી ૧૦ ડેડ બોડીઓ અગ્નિદાહ માટે આવી રહી છે આ વચ્ચે જેમના કોરોનામા મૃત્યુ થયા હોય કે સામાન્ય મૃતક હોય તેની સ્મશાનયાત્રામાં હવે લોકો જતા ભય અનુભવી રહ્યાં છે માત્ર મૃતકના બે ગણ્યા ગાંઠ્યા હોય તે અગ્નિદાહ આપી બહાર જતા રહે છે તેવી સ્થિતિ હતી. આવી પરિસ્થિતીમાં માણાવદરના એકમાત્ર નવયુવાન હિમ્મતવાન નીડર એવા સેવા કરનાર મેહુલભાઈ દેવશીભાઇ મારુ જાતે લાકડા ગોઠવે છે ત્યાં જો કોઈ ન હોય તો પોતે જ મૃતદેહને અગ્નિદાહ પણ આપે છે.
અનેક મૃતકોને અગ્નિદાહ આપી બીજાને હિંમતવાન બનાવે છે જે દર્દીઓ મૃત્યુ પામ્યા તેના પરિવારને ડેડ બોડી ઉપાડવામાં બીક લાગતી હોય પરંતુ મેહુલભાઈ મારું હિંમત આપે છે તેઓ પણ મદદ કરી સબવાહિનીમાં લઈ જાય છે. તેઓ આ કાર્ય સંપૂર્ણ કીટ પહેરીને કરે છે. જો કોઇ નાગરિક તેના સંબંધીને અગ્નિદાહ આપતાં બીક લાગતી હોય તો તે પોતે કીટ પહેરી અગ્નિદાહ આપે છે.
જો કોઈ દર્દીને તાત્કાલિક દવાખાને જુનાગઢ લઈ જવાની જરૂર હોય તો જરૂરિયાત મંદ લોકો માટે સેવા પણ આપે છે. તેમનો મો. (૯૪૨૯૬ ૫૮૭૨૩) છે. સલામ છે આવા નવયુવાન લોખંડી પુરુષને કારણે આવા કપરા કાળમાં પોતાના સ્વજન દૂર ભાગે છે ત્યારે આ લોખંડી પુરુષ એવા મેહુલભાઈ મારું હિંમત બતાવી તમામ કપરી કામગીરી કરી રહ્યા છે.
હાલ માણાવદર સ્મશાનગૃહમાં દરરોજ બેથી ત્રણ ટ્રેક્ટર લાકડા જોઈએ છે આરએસએસ માણાવદર તથા અનેક સ્વૈચ્છિક દાતાઓ લાકડા ભેગા કરી રહ્યા છે આ સ્મશાન ગૃહમાં ખુલ્લું મેદાન છે તેમાં છાપરા નાખવાની જરૂર જ છે કારણ કે આજુબાજુમાં 9 કોરોના દર્દીઓના અંતિમ સંસ્કારથી નજીક રહેતાં નાગરિકો માટે જોખમરૂપ છે. અસ્થિકુંભ સો ખાના છે જે હાઉસફુલ થઈ ગયા છે તેમાં નવો વધારો કરવાની જરૂર છે તે બધી જ જવાબદારી મેહુલભાઈ ઉપાડે છે. હાલ તો રંગ છે આ લોખંડી પુરુષ મેહુલભાઈ મારું ને લોકોને હિંમતવાન બનાવે છે.