તમામ જ્ઞાતિના રીત રિવાજ મુજબ રાહતદરે ખાપણની કિટ
24 કલાક ઉપલબ્ધ
શહેરમાં કોરોના મહામારીને કારણે અમુક વેપારીઓ, વાહન ચાલકો અને રેકડી ધારકો મન ફાવે તેવા ભાવ વસૂલી લોકોને લુંટવામાં બાકી નથી રહ્યું. શહેરમાં એક ખાપણના વેપારીઓ તો માનવતાની પણ હદ વટાવી સ્મશાને ગયેલા ખાપણ પાછા લઇ વેચાણ કરી દીધાના બનાવો સામે આવ્યા હતાં.
અનેક અવતાર બાદવ ભગવાન માનવનો અવતાર આપે છે ત્યારે આ માનવ અવતારમાં ઘણા યુવાનો હજી ઇશ્ર્વરનો ડર રાખી માનવતામાં માની રહ્યાં છે ત્યારે શહેરનો દરજી યુવાન પોતાના પિતાનું કોરોનાને કારણે મોત થતા ભારે આઘાતમાં ગરકાવ થઇ ગયાં હતાં પણ હાલ કોરોનાની મહામારી વચ્ચે મૃત્યુબાદ ખાપણોમાં પણ ઉઘાડી લૂંટ થઇ રહી છે ત્યારે આ દરજી યુવાનનું હ્રદય ભરાઇ આવ્યું હતું અને આજથી કોઇપણ જાતના નાતજાત જોયા વગર 24 કલાક ગમે ત્યારે રાહત ભાવે ખાપણની કિટ આપવા માનવતા દર્શાવી છે. આ અંગે કરણ ચાવડા નામના યુવાને જણાવેલ કે નટવર રોડ પાસે શહીદા બેકરી પાસે જનતા ક્લોથ સ્ટોરમાં હિન્દુ, મુસ્લિમ તેમજ તમામ જ્ઞાતિના રીત રિવાજ મુજબ રાહત દરે ખાપણની કીટ 24 કલાક રાહત ભાવે મળશે. આ માટે (મો.9898456482) પર સંપર્ક કરવાનો રહેશે.