ક્લીનિંગથી માંડી પેરા-મેડિકલ સુધી એમ.જે.સોલંકી એજન્સીનો સ્ટાફ કાર્યરત: યુવાનોને કોવિડની મહામારીમાં જોડાવા માટે અપીલ
રાજકોટની મહામારીને પહોંચી વળવા રાજસ્થાનથી પણ સ્ટાફની ભરતી કરવામાં આવી: કોરોના પોઝિટિવ આવતા કર્મચારીઓને કંપની તરફ મળે છે રાહત
રાજકોટ શહેરમાં હાલ કોરોના મહામારી બેકાબુ બની રહી છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં અને અન્ય સ્થળોએ પણ કોરોના દર્દીઓની લાંબી કતારો સર્જાઈ રહી છે. આવા સમયે એમ.જે.સોલંકી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા મહામારીને પહોંચી વળવા માટે સ્ટાફ પૂરો પાડવામાં આવી રહ્યો છે. મહમારીમાંપણ માનવતા મહેકી ઉઠી હોય તેમ સ્ટાફ દ્વારા હર એક ક્ષેત્રમાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીના કેસ કાઢવાથી માંડી તેમની સારવાર, હોસ્પિટલમાં તેમની દેખરેખ અને સાજા થાય ત્યાં સુધી તમામ તકેદારી રાખી વડીલોની જેમ હૂંફ આપી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં, સમરસ કોવિડ કેર સેન્ટર , કેન્સર કોવિડ કેર સેન્ટર અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભું કર્યા બાદ તેમના માટે પણ આઉટસોર્સિંગનો સ્ટાફ એમ.જે. સોલંકી એજન્સી દ્વારા પૂરો પાડવામાં આવે છે. એજન્સી દ્વારા હાલ ક્લિનિંગથી માંડી દર્દીઓની ચકાસણી સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. આવી મહામારીમાં કોવિડમાં સ્ટાફ પૂરો પાડવા માટે એમ.જે.સોલંકી એજન્સી દ્વારા રાજસ્થાનથી પણ બોલાવામઆવી રહ્યા છે.
યુવાધન પણ કોવિડ મહામારીની સેવામાં જોડાય: એમ.જે. સોલંકી
સિવિલ હોસ્પિટલની સાથે સમરસ હોસ્ટેલ, કેન્સર હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં પણ હવે કોરોનાની સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તમામ સ્થળ પર સ્ટાફ પૂરો પાડવા માટે એમ.જે.સોલંકી આઉટસોર્સિંગ એજન્સી કટિબદ્ધ છે. આ અંગે વધુમાં એજન્સીના એમડી એમ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે,”આવી કપરી સ્થિતિમાં જ્યારે તાત્કાલિક ધોરણે બેડની સાથે સ્ટાફમાં પણ વધારો કરવામાં આવે છે. જેના માટે જરૂર પડે અન્ય રાજ્યોમાંથી પણ લોકોને નોકરી પર બોલવામાં આવી રહ્યા છે. પરંતુ હાલની મહામારીના કારણે યુવાધન પણ કોરોનામાં
નોકરી કરવા માટે ખચકાય રહ્યા છે. પરંતુ ઇન્ટરવ્યૂમાં આવતા અરજદારોનું કાઉન્સલિંગ કરવામાં આવે છે.”
રાજકોટની સ્થિતિને પહોંચી વળવા માટે એમ.જે.સોલંકી એજન્સી દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લોકોને બોલવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ તમામ કર્મચારીઓને રહેવાની સુવિધાથી માંડી જમવા સુધીની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જેની સાથે હવે કોવિડની મહામારીમાં કામ કરતા કર્મીઓના વીમા કવચ પણ કંપની તરફથી કરવામાં આવે છે.
તંત્ર દ્વારા જ્યારે તાત્કાલિક ધોરણે બેડ વધારવામાં આવે છે ત્યારે સામે આઉટસોર્સિંગનો પણ એટલો જ સ્ટાફ વધારવામાં આવે છે. એમ.જે. સોલંકી કંપની દ્વારા હવે ફક્ત આઉટસોર્સિંગ જ નહીં પરંતુ મેડિકલ સ્ટાફ અને કેરટેકર સુધીના લોકોની ભરતી કરવામાં આવી રહી છે. આ સાથે કંપનીમાં ઘણા દિવ્યાંગ લોકો પણ કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આ સાથે વધુમાં જણાવતા એમ.જે. સોલંકીએ કહ્યું હતું કે હાલની જે સ્થિતિ છે તે જોઈને લોકો ડરી રહ્યા છે. પરંતુ યુવાધનને અપીલ છે કે બને તેટલી મોટી સંખ્યામાં કોરોના સેવામાં જોડાઈ અને કંપનીની અનેક પોસ્ટ પર ભરતી થવા માટે આગળ આવે. ભવિષ્યમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે હજુ પણ એજન્સી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
બેડમાં વધારો થાય તેમ સ્ટાફમાં પણ વધારો: રેખા પટેલ
જેમ ફલો વઘ્યો છે તે સાથે જે બેડમાં વધારો કરાયો છે તેમ સાથે જ સ્ટાફની ઉપલબ્ધિ પુરી પાડવાની હોઇ છ. અને જેના અમારે 100 થી વધુ માણસોની વધારો કરવામાં આવી રહ્યો છે. અને સ્ટાફને દર્દી ઓ સાથે સારવારની સુવિધા માટે ટ્રેન કરી છીએ ને ઘણા લોકોને જોબ માટે આવેલા છે તેમને સમજ અને સમજન પુરી પાડીએ છીએ અને સાથે જ સ્ટાફને રહેવા અને જમવાના માટેની સુવિધા પણ પુરી પાડીએ છીએ કામગીરીમાં અમે દર્દી દાખલ થાય અને જયાં સુધી ડીસ્ચાર્જ થાય ત્યાં સુધીના સ્ટાફની સુવિધા પુરી પાડીએ છીએ.
દર કલાકે દર્દીના સગાને દર્દીની પૂરતી માહિતી આપી છીએ
રૂબીના જાફાઈ કોવિડ ટ્રેરેકરનો મારૂકામ ટ્રેરેકરનો સોફટવેરનું છે જેમાં દાખલ થતા દર્દીઓની તમામ પ્રકારની સ્થિતિ તેમાં ઉમેરીએ છીએ તેને ક્ધડીસન તે કયા સ્ટેજ પર છે તે તમામ માહિતી તેમાં ઉમેરવામાં આવે છે. જેની કામગીરીમાં અમે લોકો ફલોર પર રહેલ દર્દીની દર એક કલાકે તેની સ્થિતિ તપાસીને તેની માહિતી સોફટવેરમાં એડ કરવામાં આવે છે. જેમાં દર્દીને દાખલ કરવા આવેલા સગાને એક પીળો પાસ આપવામાં આવે છે. જેમાં દર્દીનું નામ ને એનો એમઆરડી નંબર હોય છે. જેના દ્વારા દર્દીના સગા દર્દીની પૂરતી માહિતી સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકે છે.
દર્દીને આશ્ર્વાસન આપી તેનું મનોબળ મજબુત કરીએ છીએ: સુધીર માવદીયા -કાઉન્સીલ
મારું કામમાં ચૌધરી હાઇસ્કુલમાં દર્દીના સગાને દર્દી સાથે વાતચીત કરવા કાઉન્ટર ચાલુ છે. તેમાંથી કંટ્રોલ રૂમમાંથી કોઇ દદી સાથે વાતચીન ફોન પર કે વીડીયો કોલમાં હાલચાલને વાતચીત દર્દી સુધી જઇને કરાવવું છું અને દર્દીઓને સમજાવીને મનોબળ મજબુત કરીએ છીએ ને સગાને આશ્ર્વાસન આપી એ છીએ.
મારો પરિવાર કોરોનામાંથી સાજો થયા એટલે હું ફરીથી ફરજ પર આવી: ચાવડા સુનીતાબેન પટ્ટાવાળા
મારૂ કામ કચરા પોતાને બધી સાફ સફાઈ અને દર્દીની દવાઓને સ્ટોરથી મેડીકલ બારી સુધી લેવા મૂકવા અને દર્દીને સારવાર માટે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવાની કામગીરી કરી એ છીએ અને બધા રીપોર્ટ એકસરે રીપોર્ટ લેવા કે ડોકટસને બતાવા જવાનું કાર્ય કરીએ છીએ અને હું મારા પતિ અને મારા બે દીકરા જે પોતે ત્રણ જણા પોઝીટીવ થયા હતા હું તેમની ઘરે 14 દિવસ કોરોન્ટાઈન રહી તેમનું સ્વાસ્થ્ય સારૂ થયું પછી ફરી ફરજ પર આવી અને લોકોની ને દર્દીને સારવાર પૂર પાડુ છું.
દર્દીઓને સારવાર બાદ તેઓ આર્શિવાદ આપે ત્યો હૂંફ મળે છે
જયેશભાઇ બારૈયા પેરીન્ટ અટેન્ડન્સ જેની અંદર કામગીરીમાં દર્દીઓ વારંવાર આવતા હોય છે. જેમાં દર્દીને પૂરતી સારવારમાં ચા -પાણી જમવાનું, સમય સર દવાઓ અને જો દર્દીને બાથરૂમ જવું હોય તો તે માટે લઈ જઈએ છીએ અને દર્દીઓને અમારા વડીલ તરીકે પૂરતી સારવાર અને સેવા આપીએ છીએ અને દર્દીઓનો પ્રતિસાદ સારો મળતો રહે છે. અને તેઓ વહેલી તકે સારા થઈ ઘર પરત ફરી જાય તેવો આત્મવિશ્ર્વાસ આપીએ છીએ.
રોજની 60-70 ડેડ બોડી પેક કરી મારી આંખ ભીંજાય જાય છે : રાઠોડ સાહીલ એસ.આઇ.
મારૂ કામ કોવીડમાં કોઇ દર્દી મરણ પામ્યું હોય તો મને જાણ થાય ત્યાં જઇ બોડીને કીટમાં પેક કરાવડાવું છું. અને દર્દીનો કંઇ કિંમતી સામાન સાથે હોય તો તે નર્સને જાણ કરી જેનું લીસ્ટ બનાવી અને તે ડેડ બોડી સાથે રખાવું છું. અને દર્દીના સગાને અંતિમ દર્શન કરાવી અને તે બોડી ગાડીમાં મુકાવી તે કિંમતી સામાન દર્દીના સગાને આપું છું. અને રોજના આવા દ્રશ્યો જોઇ મારી આંખ ભીની થઇ જાય છે. રોજની આવી 60-70 ડેડ બોડી પેક કરાવી તેના સગાને અંતિમ દર્શન કરાવું છું.
દર્દીઓની ઘરના વડીલોની જેમ સારવાર કરીએ છીએ: મિતલ પાથર પેસેન્ટ અટેન્ડેન્સ
મારૂ કામ દર્દીને કેમ પુરતી સારવારને સગવડતા મળી રહે છે અને સવારથી સાંજ સુધી તેનું ઘ્યાન રાખી પુરતી સેવા આપીએ છીએ, જેમાં દવાથી લઇ ચા-પાણી અને જમવા માટે સાથે સાથે જ બાથરૂમ જવું હોય તે સેવા અમારા વડીલોની જેમ કરી છીએ ને ઘણા દર્દીઓ ગભરાઇ ગયા હોય છે અત્યારની પરિસ્થિતિ જોઇ એકલો પડી ગયો હોય છે તો તેમને આશ્ર્વાસન આપી તેમનું મનોબળ મજબુત કરીએ છીએ અને હું લોકોને સંદેશો આપવા માગીશ કે માસ્ક જરુર પહેરીને પોતાના સ્વાસ્થ્યનું ખ્યાલ રાખે.