કોરોનાની મહામારીમાં લોકો મદદરૂપ થવાને બદલે એસોસિયેશન બનાવી વધુ ભાવ પડાવી લોકોમાં માનવતા મરી પડી હોય તેવું શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.
સમગ્ર રાજયમાં કોરોનાનો ભોગ બનેલા લોકોને સામાજીક સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ દાતાઓ કોઇને કોઇ રૂપે આજે મદદ કરી રહ્યા છે. ઘણા લોકો એવા છે જેનાથી કોઇ મદદ થતી નથી તો તેઓ મૌન ધારણ કરી બેસી ગયા છે. પણ શહેરમાં છેલ્લા બે દિવસથી બાવલા ચોક, રાજમાર્ગ, બસસ્ટેનડ ચોક, ગાંધીચોક સહીતના વિસ્તારોમાં ઉભા રહેતા લીલા નારિયેળના ધંધાર્થીઓએ એસોસિએશન બનાવી તમામ જગ્યાએ એક જ ભાવ કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. બે દિવસમાં લીલા નાળિયેરના ભાવ એક નંગના રૂ. 100 થી 1ર0 જેટલા લેવાઇ રહ્યા છે. જયારે મોસંબીના જયુસના ગ્લાસના 1ર0 થી 140 જેટલા ભાવ લેવાઇ રહ્યા છે. ત્યારે આજે શહેરમાં ખરેખર માનવતા મરી પડી હોય તેવું પ્રબુઘ્ધ નાગરીકોનું કહેવું છે કે લીલા નારિયેળ અને જયુશનું વેચાણ કરતા લોકોને ડર ર નહિ પણ ભગવાનનો ડર રાખીને વેપાર ધંધા કરવો જોઇએ.